Suffering from Skin Problem; Follow these simple Ayurveda tips during this spring
ચામડી ના રોગો માટે અપનાવો એટલા સરળ આયુર્વેદિક ઉપાયો
ચામડીનાં રોગીની વાસંતિક ચર્યા જોઈએ તો તેમાં અલૂણાનું ખાસ મહત્વ છે. તેથી જ ચૈત્ર મહિનામાં નમક ન લેવાનો અને લીમડાનાં કૂમળા ફૂલ અને પાન તેમજ છાલનો ઉકાળો પીવાનો રિવાજ છે. આ રીતે ચામડીનાં દર્દીએ વસંત શરૂ થતાં જ ખોરાકમાં નમક ન લેવું. સાથે નહાવા માટે કેસુડાંનાં ફૂલ અને લીમડાનાં પાનથી ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો. લીંબોડીનાં તેલથી શરીરે માલીશ કરવી પરંતુ જો ચામડીમાંથી પચપચા પાણી જેવો સ્ત્રાવ થતો હોય તો તેને સૂકી જ રાખવી અને જો વધુ સૂકી થઈને પોપડીઓ ખરતી હોય તો તેલ માલીશ કરવી.
લીમડાનાં કૂમળા પાનનો રસ પી ઊલટી કરવી. હરડે, નસોતર, કડું, કરિયાતુ વગેરેનો વૈદ્ય સલાહ અનુસાર એવો અને એટલા પ્રમાણમાં પ્રયોગ કરવો કે સવારમાં ૨–૩ વખત સારી રીતે પેટ સાફ થાય. નાગરમોથ, ધાણા વગેરેથી ઉપર બતાવેલી રીતે સિદ્ધ જલનો પ્રયોગ કરવો. ચામડીનાં રોગીઓમાં માનસિક ચિંતા અને વ્યગ્રતા, ભય વગેરેનું પ્રમાણ પણ જોવા મળે છે. જેનાથી રોગ વધી જાય છે. આથી મનને પ્રફુલ્લિત રાખવું અને ઊંડા શ્વાસ–પ્રશ્વાસની ક્રિયા (ડીપ બ્રિધિંગ એન્ડ બ્રિથ વોચિંગ) વગેરે ઉપાયો કરી મનને વ્યગ્રતાની લાગણીઓ અને આવેશથી મુક્ત રાખવું.
આમ ઉપરની ઋતુચર્યા માત્ર કફ વધવાથી થતાં ચામડીનાં રોગીઓ જો અનૂસરે તો તેમનાં શરીરમાં કફનું સમપ્રમાણ થાય છે અને આખું વર્ષ સ્વસ્થ રીતે પસાર થાય છે પરંતુ ઉપરનું અનુસરણ કરતાં પહેલા રોગની અને રોગીની પ્રકૃતિ અને બળ ખાસ જાણી લેવાં અને તે મુજબ ઘટતાં ફેરફાર કરવા જોઈએ.