કાચું મધ બનશે ઝેર; જાણો મધ નો પ્રયોગ કરતાં પહેલાં કેટલીક ખાસ બાબતો
મધ એ ભારતીયોની ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદનું સૌથી વધુ વપરાતું ઔષધ છે. મધ એ દરેક ઘરનાં રસોડામાં તેમજ પૂજા સ્થાનોમાં અનિવાર્યરૂપે હોવું જોઈએ. મધ આટલું ઉપયોગી હોવાં છતાં સમાજ નો મોટો વર્ગ મધ વિશેની સામાન્ય માહિતીથી પણ અજાણ છે. તો જાણો સુશ્રુત સંહિતામાં આપેલી મધ નો સંગ્રહ, પરખ કરવાથી માંડીને તેનો ઉપયોગ કરવાં સુધીની રસપ્રદ અને આવશ્યક માહિતી છે.
આહાર માટે નવું મધ અને ઔષધ માટે જુનું મધ ખુબ જ સારું
આમ તો એક વર્ષ જુનું મધ આહાર અને ઔષધ બંન્ને માટે ઉપયુક્ત ગણ્યું છે છતાં આહારમાં નવું મધ ઉપયોગ કરી શકાય છે.
નવું મધ | જુનું મધ (એક વર્ષથી વધુ જુનું) |
આહાર માં ઉપયોગી | આહાર અને ઔષધ બંન્નેમાં ઉપયોગી |
શરીરનું વજન વધારે | શરીરનું વજન ઘટાડે |
મળ ને બહાર નીકાળે | મળ ને બાંધે છે |
વાયુ-પિત્ત દોષ ઘટાડે, કફ ને ઘટાડવામાં બહુ ઉપયોગી નથી. | ત્રિદોષ શામક હોવાથી કફ સહીત ત્રણે દોષને ઘટાડે છે. |
કાચું મધ ઝેર સમાન અને ત્રિદોષ પ્રકોપ કરે છે.
મધ ને એકઠું કરતાં પહેલાં તે પૂરે પૂરું પાકી ગયું હોવું જોઈએ. પાકેલું મધ જ ઉપયોગ માટે શ્રેષ્ઠ ગણાય છે. કાચું મધ સ્વાદ માં ખટાશવાળું અને પાતળું હોય છે.
કાચું મધ | પાકું મધ |
ઝેર સમાન છે; ઉપયોગ ના કરવો | અમૃત સમાન છે; ઉપયોગ માં આ જ લેવું |
પાતળું | ઘટ્ટ (Semi liquid) |
ખટાશ પડતાં સ્વાદ અને ગંધ | મીઠાશ પડતાં સ્વાદ અને ગંધવાળું |
ત્રિદોષ પ્રકોપ કરે | ત્રિદોષ શમન કરે |
થોડા સમયમાં આથો આવી બગડી જાય છે. | હજારો વર્ષો સુધી બગડતું નથી |
મધ નાં સંગ્રહ માટે ધ્યાન માં રાખો આ ખાસ બાબતો:
- મધ ને સારી રીતે સાચવવામાં આવે તો તે હજારો વર્ષો સુધી બગડતું નથી.
- મધ સંગ્રહ કરવાં માટે સ્વચ્છ પોર્સેલીન ની બરણીઓ શ્રેષ્ઠ છે. (અથાણાં ની બરણી)
- તેના અભાવ માં કાચ, વર્જિન પેટ પ્લાસ્ટિક કે સ્ટીલ નું પાત્ર વાપરી શકાય.
- મધ રાખવા માટેનું પાત્ર ધોઈને સ્વચ્છ કરેલું તેમ જ તડકામાં સુકવીને સાવ કોરું થઇ ગયા પછી જ મધ ભરવું. મધમાં પાણીનું ટીપું કે ભેજ લાગવાથી તેમાં આથો આવી તે બગડી જાય છે.
- મધ ને ક્યારેય ફ્રીજમાં મુકાવું નહિ.
અલ્પ માત્રામાં ઉપયોગ કરવો
મધ પચવામાં ભારે હોવાથી તેનો એક જ સમયે એક સાથે વધારે માત્રામાં ઉપયોગ કરવો નહીં. વધુ પડતું મધ ખાઈ લેવાથી જો મધ નો અપચો થાય તો તે ખુબ કષ્ટદાયક અને ઘાતક હોય છે.મધ નું અપક્વ સ્વરૂપ શરીરમાં ઝેર નું કામ કરે છે અને તેને પચાવવા માટે ખુબ જ સાવધાનીથી ઔષધો વૈદ્યની દેખા રેખ નીચે કરવાં જોઈએ. કેમ કે પાચન માટેના ગરમ પ્રયોગો મધ ને પચવા માં ઉપયોગ કરી શકાતા નથી.
જામેલું મધ ખરાબ કે મિલાવટ યુક્ત હોય તેવું જરૂરી નથી.
કેટલીક વખત કોઈ પ્રદેશનાં મધ માં શર્કરાનું પ્રમાણ વધુ હોવાને કારણે તેમાં થોડી કણી જેવું જામી જાય છે. ઘણાં લોકો તેને મધ માં ખાંડ કે અન્ય મિલાવટ સમજી ફેકી દે છે, પણ ઘણી વખત ચોખ્ખા મધ માં પણ ‘મધુ શર્કરા’ નામનું તત્વ વધારે હોવાથી મધમાં crystaline સ્વરૂપ જોવા મળે છે.
મધ ની પરખ કુતરાં પાસે કરાવવી?
મધમાં અનેક પ્રકારે ભેળસેળ કરવામાં આવે છે, એટલે સુધી કે નજર સામે તો પૂડા માંથી જ મધ કાઢે તો પણ તે પૂડા રાત આખી ચાસણી માં બોળી ને પણ લાવેલા હોઈ શકે છે.
કુતરું એવું પ્રાણી છે કે જેની સુંઘવા ની શક્તિ આપણા કરતાં અનેક ગણી સતેજ છે અને તે મધ ને ખુબ સરળતાથી પારખી લે છે. કુતરાં ક્યારેય મધ ખાતા નથી. આથી મધને રોટલી પર લગાવી કુતરાને આપવી. જો કુતરું રોટલી ના ખાય તો મધ સાચું અને ખાઈ જાય તો તેમાં જરૂર મિલાવટ છે.
સારાંશ:
એક વર્ષ જુનું, બરાબર પાકી ગયેલું મધ સારું. પોર્સેલીન ની અથાણાં બરણીમાં મધ રાખવું ઉત્તમ છે. મિલાવટ વગરનું અને સારી રીતે સાચવેલું મધ ક્યારેય બગડતું નથી.