સમયનાં અભાવમાં પણ આટલાં અંગોમાં તો ખાસ માલીશ કરવી.

માલીશ દરરોજ કરવાથી તેના અનેક સ્વાસ્થ્ય લાભ છે અને જેમ રોજ જમવું, સુવું અને વ્યાયામ કરવું જરૂરી છે તેમ રોજ માલીશ કરવું પણ એટલું જ જરૂરી છે. માલીશ માટે માત્ર ૧૫ થી ૩૦ મિનીટ નો સમય જ લાગે છે. આમ છતાં એટલો સમય પણ ન કાઢી શકે તેવાં લોકો માટે મહર્ષિ વાગ્ભટ્ટ એક ઉપાય બતાવે છે. તેમનાં મુજબ જો આખા શરીરે કોઈ કારણોસર માલીશ ન થાય તો ઓછામાં ઓછું માથું, કાન અને પગમાં તો ખાસ માલીશ કરવી જ જોઈએ.

 

માથા પર માલીશ કરવાની અનિવાર્યતા:

માથા પર માલીશ કરવી એટલે સામાન્ય ભાષામાં આપણે તેને નિયમિત વાળનાં મૂળમાં તેલ નાખવાની ક્રિયા કહી શકીએ. આયુર્વેદમાં શિરને ચેતનાનું ઉત્તમ સ્થાન કહ્યું છે. શરીરની બધી જ ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓનું સંચાલન કરવાં માટેનાં જ્ઞાનતંતુઓનું કેન્દ્ર મગજ અહીં જ આવેલું છે. આ ઉપરાંત શિર પ્રદેશમાં જ આપણી જ્ઞાનેદ્રિયો આંખ, કાન, નાક, જીભ રહેલાં છે. માથાની માલીશ આ દરેક અંગોનું આયુષ્ય વધારે છે. માથાની માલીશ જ્ઞાનતંતુઓ, મગજ, આંખ, વાળ વગેરે અંગોને પોષણ આપે છે.

પણ તેમાં એક સાવચેતી ખાસ રાખવી. એનેક જાહેરખબરોના વિશ્વાસે કેમિકલ અને મિનરલ ઓઈલ વાળા બજારૂ તેલ નો ઉપયોગ અત્યંત હાનીકારક છે. શુદ્ધ આયુર્વેદીય પદ્ધતિથી બનાવેલા અને આપની તાસીર મુજબ નાં તેલને હળવા હાથે માલીશ કરવી જોઈએ.

 

કાનમાં તેલ માલીશ?

થોડું સતપ તેલ કરી તેનાં ૩- 4 ટીપાં કાનમાં નાખવાની ક્રિયા કર્ણ પુરણ કે કાનની માલીશ કહે છે. કાન એ સાંભળવાનું અને શારીરિક સંતુલન જાળવવાનું કામ કરે છે. કાનનાં સૌથી અંદરના ભાગમાં જેને અંતઃ કર્ણ કહેવાય છે તેમાં આ કાર્ય કરવા માટે દુનિયાનાં સૌથી ઉમદા સેન્સર આવેલાં છે. આ સેન્સર એટલે  એક વિશેષ જ્ઞાનતંતુ ના કોષો; જેને હેર સેલ કહે છે. 

માનવશરીરના જન્મ સમય થી જ હેર સેલ એક માર્યાદિત સંખ્યામાં (આશરે ૧૫૦૦૦) જ ઈશ્વરે આપેલાં છે. એક વખત હેર સેલ ડેમેજ થયા પછી તેને ફરી બનાવવાની ક્ષમતા માનવશરીરમાં નથી.

જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આ હેર સેલ ની સંખ્યા ઘટતી જાય છે. આ ઉપરાંત બહારનાં પરિબળો જેવાકે અતિ ઘોંઘાટ, લાઉડ સ્પીકરના તીવ્ર અવાજ, ધ્વનિ પ્રદુષણ, ડાયાબીટીસ જેવાં રોગો વગેરે ને કારણે પણ હેર સેલ ડેમેજ થતાં જાય છે. વર્તમાન સમયમાં ધ્વની પ્રદુષણ ખુબ જ ભયજનક રીતે વધતું જાય છે. સડક થી કરીને સિનેમા સુધી અનેક પ્રકારના તીવ્ર અવાજ આપણા કાને જાણે અજાણે પડ્યા રાખતાં હોય છે, જે નાની ઉંમરમાં પણ હેર સેલ ડેમેજ કરી શરીરની સાંભળવાની અને સંતુલન કરવાની ક્ષમતાને  ધીરે ધીરે ઓછી કરે છે.

કર્ણ પુરણ દ્વારા કાનમાં નાખવામાં આવતું ઔષધીય તેલ આ હેર સેલ ને પોષણ આપે છે અને તેનાં આયુષ્ય તેમ જ કાર્ય ક્ષમતામાં વધારો કરે છે. વળી બહારના પરિબળો સામે તેમનું રક્ષણ કરે છે. આથી જ તો નિયમિત કર્ણ પુરણ ની સલાહ આયુર્વેદ મહર્ષિઓએ કરેલી છે. 

 

પગમાં માલીશાની અનિવાર્યતા:

વર્તમાન સમયમાં કરોડરજ્જુ અને પગનાં સાંધાઓ નાં રોગીઓની સંખ્યા વધતી જાય છે. પગ અને કરોડરજ્જુ એ વાત દોષનું સ્થાન છે. આથી ત્યાં વાત રોગ થવાની શક્યતા વધારે છે. વળી વધતી ઉંમર સાથે ઘસારાની પણ અસર પગ પર વધુ જોવાં મળે છે. સાંધા અને મણકાનો ઘસારો, સાયટિકા, ઘૂંટણ નો ઘસારો, ઓસ્ટીઓ આર્થરાઇટિસ, ઓસ્ટીઓ પોરોસીસ, કમરનો દુઃખાવો વગેરે સમસ્યાઓ નું મુખ્ય કારણ વાત દોષ છે. નિયમિત પગમાં માલીશ કરવાથી પગનાં સ્નાયુઓ, સાંધા અને કરોડરજ્જુ ને પોષણ મળે છે જેથી ત્યાં વાત દોષ ઘટે છે. આથી ઉંમર વધવાની સાથે થતી સ્નાયુ અને સાંધાની તકલીફ જોવાં મળતી નથી. નિયમિત પગની માલીશ કરનારા વૃદ્ધાવસ્થામાં પગથી પરવશ થતાં નથી અને સ્વતંત્ર તેમજ સ્વસ્થ જીવન વ્યતિત કરે છે.

 

સારાંશ:

સમયનાં અભાવમાં પણ માથું, કાન અને પગમાં તો નિયમિત માલીશ કરવી જ જોઈએ.

Read More

શું આપ દાંત અને પેઢાની પીડા કે વ્યસનને કારણે થયેલાં મોઢાના રોગોથી પરેશાન છો? તો અપનાવો આ ડિટોક્ષ પ્રક્રિયાઓ

દાંત, પેઢા અને મોઢાની મુખ્ય સમસ્યાનાં કારણો:

 • વિદેશી ટૂથપેસ્ટ; આ પ્રકારના ટૂથપેસ્ટ દાંતની કોઈ રીતે સુરક્ષા કરતાં નથી ઉપરથી  તેના હાનીકારક કેમિકલથી પેઢા અને દાંતને નુકસાન થાય છે.
 • વ્યસન જેવા કે ચા, કોફી, તમાકું, ગુટકા, બીડી, દારૂ વગેરે; તેનાથી કેન્સર, મોઢાના ચાંદા, મોઢું પૂરું ના ખુલવું  અને બીજી અનેક શારીરિક તેમજ માનસિક બીમારી થાય છે.
 • મસાલેદાર પદાર્થો અને ફાસ્ટ ફૂડ; અવાળું ફુલાવું, દાંત પીડા પડવા, પેઢા સડવા
 • આર્ટીફીસીયલ સ્વીટનર; મોટેભાગે પેક્ડ ફૂડ અને સોફ્ટ ડ્રીંકમાં હોય છે, ખાસ નાના બાળકો અને યુવાનોમાં દાંતના રોગો માટે આ ખુબ જ જવાબદાર છે. 

 

દાંત, પેઢા અને મોઢાની આ સમસ્યાઓ માટે આયુર્વેદમાં તમે નીચેની સારવાર અપનાવી શકો છો:

૧. દૈનિક પ્રયોગો, જેવાં કે દાતણ. મંજન, કવલ ગ્રહ, મુખવાસ

૨. સાપ્તાહિક ઓરલ ડીટોક્ષ થેરાપી; શોધન ગંડુશ, સ્નેહ ગંડુશ, શમન ગંડુશ

 

ગંડુશ; સાપ્તાહિક ઓરલ ડીટોક્ષ થેરાપી:

આ થેરાપી માં રોગ અને રોગીની પ્રકૃતિ અનુસાર કોઈ પણ ડીટોક્ષ પ્રવાહીથી મોઢાને અમુક નિશ્ચિત સમય સુધી પૂરે પૂરું ભરી રાખવાનું હોય છે. 

 

કેટલા સમય સુધી  ભરી રાખવું?

જ્યારે નાક અને આંખમાં પાણી આવવા લાગે અને ગળા માંથી કફ છુટો પડતો અનુભવાય ત્યાં સુધી આ પ્રવાહી મોઢામાં ભરી રાખવું. આ પ્રક્રિયા ને ગંડુશ કહે છે. 

 

કઈ રીતે અસર કરશે?

જેનાથી મોઢા અને દાંતની સંપૂર્ણ શુદ્ધિ થઇ રોગ મટે છે.

 

વ્યસ્ત જીવન શૈલીમાં આપ વિકેન્ડ માં આ ખાસ પ્રયોગો અજમાવી ઓરલ હેલ્થ ને જાળવી શકો છો. આ પ્રક્રિયા ૩ સ્ટેપમાં કરવામાં આવે છે:

 

પહેલાં શોધન ગંડુશ——- પછી સ્નેહ ગંડુશ—– અંતમાં શમન ગંડુશ

 

શોધન ગંડુશ :

 • તેમાં ડીટોક્ષ પ્રવાહી તરીકે ઔષધીના ઉકાળા, ગૌમુત્ર, ક્ષાર જલ વગેરે વૈદ્યની સલાહ અનુસાર વાપરી શકાય. 
 • સામાન્ય રોગોમાં ફટકડી, સિંધાલૂણ, હળદર, એલચી, જાયફળ, તજ, લવીંગ વગેરેનાં મિશ્રણથી બનાવેલો ઉકાળો પણ ખુબ સારું કામ આપે છે.
 • ૨ થી ૩ વખત ગંડુશ કરવું.
 • શોધન ગંડુશથી સંપૂર્ણ મુખમાં જામેલો મળ, સળો, જંતુઓ, કફ, ચીકાશ દૂર થાય છે.

 

સ્નેહ ગંડુશ:

 • તેમાં ડિટોક્ષ માટે ઔષધીય તેલ વપરાય છે. સામાન્ય રીતે બલા તેલ, યષ્ટિમધુ તેલ, ઈરેમેદાદી તેલ વગેરે ઉપયોગી છે. ઉપરાંત કાળા તલનું તેલ પણ વાપરી શકાય છે.
 • શોધન ગંડુશથી સાફ થયેલાં પેઢા અને દાંત તેલથી મજબુત થાય છે.

 

શમન ગંડુશ:

 • તેમાં ડિટોક્ષ માટે દૂધ, મધ, પંચવલ્કલ કવાથ વગેરે વપરાય છે. 
 • અંત માં આ ગંડુશ કરાવવાથી મુખ ખુબ જ સ્વચ્છ, ચિકાશ રહિત, સુગંધિત બને છે અને તેમાં વધારાની ગરમી દૂર થઇ ઠંડક થાય છે.

 

ઉપરની ગંડુશ પ્રક્રિયા કરી લીધા પછી નવસેકા પાણીથી ખુબ જ સારી રીતે કોગળાં કરવાં અને થોડું નવસેકું પાણી પીવું. ત્યારબાદ અડધી કલાક પછી કોઈ પણ ખોરાક લેવો.

 

કેટલાક ખાસ મુખારોગો માં ઉપયોગી ગંડુશ માટેના ડેટોક્ષ ઔષધો:

 • દાંત અંબાઈ જવા, દાંત હલવા, દાંતનો દુઃખાવો, વ્યસન ને કારણે મોઢું ખુલતું ના હોય તો કાળા તલનું પાણી બનાવી તેનાથી ગંડુશ કરવાં.
 • મોઢું કે જીભ પાક્યા હોય, તેમાં ચાંદા પડ્યા હોય, બળતરા થતી હોય અથવા તો કોઈ પણ ગરમ વસ્તુથી મોઢું દાઝી ગયું હોય તો તેમાં ગાય નું દુધ અથવા ઘી થી ગંડુશ કરવાં.
 • મોઢાની ચીકાશ, જીભમાં ચીરો કે ઘા થવો, બળતરા વગેરેમાં મધ નું ગંડુશ કરવું.
 • મોઢામાં ખુબ જ લાળ આવવી, ચીકાશ અને કફા ચોટેલો રહેતો હોય તો યવક્ષારનાં પાણીથી ગંડુશ કરવું.

Read More

કાનની બહેરાશ ને અટકાવવા રોજ કરો : કર્ણ પુરણ

આયુર્વેદમાં કહેલી અનેક પ્રક્રિયાઓ દેખાવમાં સામાન્ય લાગતી હોવાં છતાં તેનું અનુસરણ કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સમૃદ્ધિ પ્રદાન કરે છે. કર્ણ પુરણ પણ એવી જ પ્રક્રિયાઓમાંથી એક છે.

 

કાન એ સાંભળવાનું અને શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે છે. કાનનાં સૌથી અંદરના ભાગમાં જેને અંતઃ કર્ણ કહેવાય છે તેમાં આ કાર્ય કરવા માટે દુનિયાનાં સૌથી ઉમદા સેન્સર આવેલાં છે. આ સેન્સર એટલે એક વિશેષ જ્ઞાનતંતુ ના કોષો; જેને હેર સેલ કહે છે. 

 

માનવશરીરના જન્મ સમયથી જ હેર સેલ એક માર્યાદિત સંખ્યામાં (આશરે ૧૫૦૦૦) જ ઈશ્વરે આપેલાં છે. એક વખત હેર સેલ ડેમેજ થયા પછી તેને ફરી બનાવવાની ક્ષમતા માનવશરીરમાં નથી. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આ હેર સેલની સંખ્યા ઘટતી જાય છે. આ ઉપરાંત બહારનાં પરિબળો જેવા કે અતિ ઘોંઘાટ, લાઉડ સ્પીકરના તીવ્ર અવાજ, ધ્વનિ પ્રદુષણ, ડાયાબીટીસ જેવાં રોગો વગેરેને કારણે પણ હેર સેલ ડેમેજ થતાં જાય છે. 

 

વર્તમાન સમયમાં ધ્વનિ પ્રદુષણ ખુબ જ ભયજનક રીતે વધતું જાય છે. સડકથી કરીને સિનેમા સુધી અનેક પ્રકારના તીવ્ર અવાજ આપણા કાને જાણે અજાણે પડે છે, જે નાની ઉંમરમાં પણ હેર સેલ ડેમેજ કરી શરીરની સાંભળવાની અને સંતુલન કરવાની ક્ષમતાને ધીરે ધીરે ઓછી કરે છે.

 

એક સર્વે મુજબ ચાલીશી વટાવેલા ઘણાં લોકોમાં અંશતઃ બહેરાશ આવી જાય છે. આ સાથે જ કાનમાં અવાજ આવવો, સતત ચકકર આવવા, કાનમાં વારંવાર વેક્સ જામી જવો, કાનમાંથી પસ જેવું પ્રવાહી સતત નીકળવું વગેરે રોગોમાં કર્ણ પુરણ ઉપયોગી છે.

 

કર્ણ પુરણ શું છે?

 

ઔષધીય પ્રવાહીથી કાન ને અમુક ચોક્કસ સમય સુધી પૂરે પૂરું ભરી રાખવાની પ્રક્રિયાને કર્ણ પુરણ કહે છે.

 

ક્યારે કરવું?

 

 • દિનચર્યા માં રોજ રાત્રે સુતી વખતે અથવા સુર્યાસ્ત પછી.
 • પંચકર્મ નાં ભાગરૂપે કોઈ પણ સમયે ભૂખ્યા પેટે અથવા જમ્યાનાં 4 કલાક પછી.

 

કયા ઔષધ થી કરવું?

 

ઔષધિથી સિદ્ધ કરેલું તેલ, કાળા તલનું તેલ, સરસિયું તેલ, ગૌમુત્ર, વનસ્પતિના પાન નો રસ વગેરેમાંથી રોગ અને તાસીર અનુસાર વૈદ્યની સલાહ મુજબ કરવું.

 

કઈ રીતે કરવું?

 

 • વ્યક્તિને કોઈ પણ એક પડખાભેર સુવડાવી તેનાં કાનની આસપાસ ગરમ કપડા વડે થોડો સેક કરવો. ત્યારબાદ ઔષધિથી પૂરો કાન ભરી દેવો. 
 • કાન નાં રોગ માટે ૩ થી ૧૦ મિનીટ, 
 • ગળાના રોગોમાં ૧૫ મિનીટ અને 
 • માથાનાં રોગોમાં ૩૦ મિનીટ સુધી ઔષધ ભરી રાખવું. 
 • ઔષધ ભરેલું હોય તે દરમિયાન કાનનાં મૂળમાં થોડું  મર્દન કરવું કે મસળવું.

 

કર્ણ પુરણ પછી તરત શું કરવું?

 

કોટન સ્પંજ થી કાનમાંથી ઔષધિ કાઢી લેવી. અને સ્વચ્છ કોટનથી કાન ઢાંકી દેવો. તરત ઠંડા પાણીનો સ્પર્શ ન કરવો.

 

કેટલી વાર કરવું?

 

આપની પ્રકૃતિ મુજબ વૈદ્યની સલાહ અનુસારના તેલ થી રોજ રાત્રે કર્ણ પુરણ કરવું. જ્યારે કોઈ રોગ વિશેષ માટે કરવાનું હોય તો તે માટે વૈદ્યની સલાહ અનુસરવી.

 

કેટલાં દિવસ સુધી કરી શકાય?

 

દૈનિક પ્રક્રિયા નાં ભાગ રૂપે રોજ કરી શકાય. કોઈ ખાસ રોગ માટે કરવું હોય તે રોગ શાંત થાય ત્યાં સુધી કરવું.

 

કયા રોગમાં ન કરવું?

 

અતિશય કફનાં રોગોમાં તેલથી કર્ણ પુરણ ન કરવું.

 

કર્ણ પુરણ થી થતાં લાભ:

 

 • માથામાં વાયુનાં દોષની શાંતિ થાય છે
 • કાન નો દુઃખાવો મટે છે
 • બહેરાશ આવતી નથી
 • કાનના જ્ઞાનતંતુઓ હેર સેલ ને પોષણ મળે છે જેથી કાનમાં તમરા બોલવા, ચિત્ર-વિચિત્ર અવાજ આવવા વગેરે માં લાભ થાય છે.
 • ડોક,જડબા અને માથાનાં સ્નાયુઓ જકડાઈ જવાનાં રોગો અને દુઃખાવા મટે છે અને ફરી થતાં નથી.
 • ગાઢ અને સ્વપ્ન વગરની ઊંઘ આવે છે.

 

સારાંશ:

 

કર્ણ પુરણ નો પ્રયોગ દૈનિક કરવાથી માથું, કાન, જડબા, ડોક વગેરેનાં રોગો થતાં નથી અથવા થયેલાં રોગોમાં રાહત થાય છે. કાનનાં જ્ઞાનતંતુઓ ને પોષણ તેમજ રક્ષણ મળે છે અને બહેરાશ આવતી નથી.

Read More

सावधान आप भोजन ले रहे है या विष?

दोस्तों आज एक ऐसी समस्या के बारे में बात करेंगे जिस हम सब जानते तो है पर उसे का उपाय किसी के पास नहीं। बात है हमारे शरीर में भोजन आदि से जा रहे हानिकारक ज़हर के बारे में। 

 

जी हाँ हम सब ये भलीभाँती जानते है की आज कल हम जो भी खा रहे है, पी रहे है यहाँ तक की जो सांस ले रहे है उन सब में हानिकारक केमिकल या जहर मिले हुए है। पर इन टॉक्सिन को शरीर में जमा होने से रोकना या उन्हें निकालने का उपाय क्या है???? 

 

जानना चाहते है?? तो इस वीडियो को अंत तक जरूर देखिये। 

 

पर पहले बात करते है की ये टॉक्सिन क्या है और किस प्रकार ये हमारे शरीर में जमा होते जा रहे है। 

 

हमारे आहार के मूलभूत आधार जैसे अनाज, फल, सब्जियाँ, ड्राई फ्रूट्स इन सभी को खेत में बोने, उगाने, पकाने से लेकर प्रीजर्व करने की अनेक प्रक्रियाओं से जब वे आपकी थाली तक पहोचते है तब तक प्रत्येक स्तर पर उन में अनेक हानिकारक पेस्टिसाइड्स, हॉर्मोन्स इंजेक्शन, आर्टिफिशियल कलर और फ्लेवर, ब्लीचिंग एजेंट आदि का प्रयोग होता है। साथ ही मिलावट का जहर अब दूध, घी, तेल, मसाले, मिल्क प्रोडक्ट्स में बढ़ाते ही जा रहा है। 

 

भोजन में इन सब का प्रयोग पाचन की समस्या, मुँह और आंतो में छाले, ब्लड, हॉर्मोन्स, विटामिन आदि की  डेफिशियंसी, चमड़ी के रोग से लेकर कैंसर तक की भयंकर बिमारीया होती है। साथ ही यह जहरीले रसायन हमारे शरीर के महत्वपूर्ण अंगों जैसे हृदय, गुर्दे, यकृत, आंख, मस्तिष्क, तंत्रिका तंत्र और मांसपेशियों को नुकसान पहुंचाते हैं।

 

अब बात करते है जल की। कहते है जल ही जीवन है। पर आज यही जल  जगह रोग का कारण बनाता जा रहा है। हमारा दुर्भाग्य है की ज्यादातर पानी आज सीधा पीने लायक नहीं रहा।  हमें किसी ना किसी रूप में वोटर प्यूरीफायर का उपयोग करना पड़ता है। ये RO प्यूरीफायर पानी में से महत्वपूर्ण मिनरल्स को निकाल देते है।  जिसे पीने से आज विटामिन बी १२ , कैल्शियम, मेग्नेशियम आदि की कमी बहुत आम हो गई है। जिस से पाचन खराब होना, ह्रदय किडनी की समस्या, माँसपेशिओ में ऐंठन आदि होता है। 

 

हमारा प्राण है हवा।  जी हां आहार और पानी के बगैर तो आप शायद २ ३ दिन निकाल ले पर हवा के बिना २ ३ मिनट भी रहने जानलेवा जो सकता है। पर आज का वायु प्रदूषण कार्बन डाइऑक्साइड, कार्बन मोनोऑक्साइड, नाइट्रोजन डाइऑक्साइड, सल्फर डाइऑक्साइड आदि में हम साँस ले रहे हैं जो हमारे फेफड़े और हृदय को बीमार बना रहे हैं।

ख़ास कर  बच्चों, बुजुर्गों और गर्भवती माताओं पर सबसे बुरा प्रभाव हो रहा है।  अस्थमा, कैंसर, एलर्जी के केसीस बढ़ाते जा रहे है।

 

हवा, पानी और भोजन के यह जहर काम पद रहे थे तो हमने मौज मस्ती के लीए भी जहर लेना शरू कर दिया है 

 

जी हाँ बीड़ी, सिगरेट, दारु, तंबाकू आदि का सेवन फास्ट फ़ूड, चाइनीज़ फ़ूड, कोल्ड ड्रिंक्स, टिन फ़ूड, ये सब अनेक हानिकारक टॉक्सिन को शरीर में पहोचा रहे है। आज देखते है की ३० साल  युवा ५० साल के बूढ़े जैसा दिख रहा है। अनेक गंभीर बीमारियां हो रही है जो ज्यादातर ला-इलाज है। 

 

इसका उपाय क्या?? हम खाना, पीना या सांस लेना तो छोड़ नहीं सकते ??

 

में भी जब ये सोचा रहा था तब अचानक ध्यान गया सुश्रुत संहिता में।  महर्षि सुश्रुत ने एक पूरा विभाग याने कल्प स्थान लिखा है जिस में आहार आदि के साथ आने वाले इस विष को गर विष कहा है। 

 

धन्य है महात्मा सुश्रुत जिन्होंने इस गर विष का उपाय बताया।  जो है आयुर्वेदीय पंचकर्म। 

 

हमने ख़ास रूप से महर्षि सुश्रुत के इस उपाय पर  संशोधन कर के एक विशेष डोटोक्स थेरापी की शोध की।  जी स के बारे हम हम अगले वीडियो में आप को पूरी जानकारी देंगे। 

Read More

કાચું મધ બનશે ઝેર; જાણો મધ નો પ્રયોગ કરતાં પહેલાં કેટલીક ખાસ બાબતો

મધ એ ભારતીયોની ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદનું સૌથી વધુ વપરાતું ઔષધ છે. મધ એ દરેક ઘરનાં રસોડામાં તેમજ પૂજા સ્થાનોમાં અનિવાર્યરૂપે હોવું જોઈએ. મધ આટલું ઉપયોગી હોવાં છતાં સમાજ નો મોટો વર્ગ મધ વિશેની સામાન્ય માહિતીથી પણ અજાણ છે. તો જાણો સુશ્રુત સંહિતામાં આપેલી મધ નો સંગ્રહ, પરખ કરવાથી માંડીને તેનો ઉપયોગ કરવાં સુધીની રસપ્રદ અને આવશ્યક માહિતી છે.

 

આહાર માટે નવું મધ અને ઔષધ માટે જુનું મધ ખુબ જ સારું

આમ તો એક વર્ષ જુનું મધ આહાર અને ઔષધ બંન્ને માટે ઉપયુક્ત ગણ્યું છે છતાં આહારમાં નવું મધ ઉપયોગ કરી શકાય છે.

 

નવું મધ  જુનું મધ (એક વર્ષથી વધુ જુનું)
આહાર માં ઉપયોગી  આહાર અને ઔષધ બંન્નેમાં ઉપયોગી
શરીરનું વજન વધારે શરીરનું વજન ઘટાડે
મળ ને બહાર નીકાળે  મળ ને બાંધે છે
વાયુ-પિત્ત દોષ ઘટાડે, કફ ને ઘટાડવામાં બહુ ઉપયોગી નથી. ત્રિદોષ શામક હોવાથી કફ સહીત ત્રણે દોષને ઘટાડે છે.

 

કાચું મધ ઝેર સમાન અને ત્રિદોષ પ્રકોપ કરે છે.

મધ ને એકઠું કરતાં પહેલાં તે પૂરે પૂરું પાકી ગયું હોવું જોઈએ. પાકેલું મધ જ ઉપયોગ માટે શ્રેષ્ઠ ગણાય છે. કાચું મધ સ્વાદ માં ખટાશવાળું અને પાતળું હોય છે. 

 

કાચું મધ  પાકું મધ
ઝેર સમાન છે; ઉપયોગ ના કરવો  અમૃત સમાન છે; ઉપયોગ માં આ જ લેવું
પાતળું ઘટ્ટ (Semi liquid) 
ખટાશ પડતાં સ્વાદ અને ગંધ  મીઠાશ પડતાં સ્વાદ અને ગંધવાળું
ત્રિદોષ પ્રકોપ કરે  ત્રિદોષ શમન કરે
થોડા સમયમાં આથો આવી બગડી જાય છે.  હજારો વર્ષો સુધી બગડતું નથી

 

મધ નાં સંગ્રહ માટે ધ્યાન માં રાખો આ ખાસ બાબતો:

 • મધ ને સારી રીતે સાચવવામાં આવે તો તે હજારો વર્ષો સુધી બગડતું નથી.
 • મધ સંગ્રહ કરવાં માટે સ્વચ્છ પોર્સેલીન ની બરણીઓ શ્રેષ્ઠ છે. (અથાણાં ની બરણી)
 • તેના અભાવ માં કાચ, વર્જિન પેટ પ્લાસ્ટિક કે સ્ટીલ નું પાત્ર વાપરી શકાય.
 • મધ રાખવા માટેનું પાત્ર ધોઈને સ્વચ્છ કરેલું તેમ જ તડકામાં સુકવીને સાવ કોરું થઇ ગયા પછી જ મધ ભરવું. મધમાં પાણીનું ટીપું કે ભેજ લાગવાથી તેમાં આથો આવી તે બગડી જાય છે.
 • મધ ને ક્યારેય ફ્રીજમાં મુકાવું નહિ.

 

અલ્પ માત્રામાં ઉપયોગ કરવો

મધ પચવામાં ભારે હોવાથી તેનો એક જ સમયે એક સાથે વધારે માત્રામાં ઉપયોગ કરવો નહીં. વધુ પડતું મધ ખાઈ લેવાથી જો મધ નો અપચો થાય તો તે ખુબ કષ્ટદાયક અને ઘાતક હોય છે.મધ નું અપક્વ સ્વરૂપ શરીરમાં ઝેર નું કામ કરે છે અને તેને પચાવવા માટે ખુબ જ સાવધાનીથી ઔષધો વૈદ્યની દેખા રેખ નીચે કરવાં જોઈએ. કેમ કે પાચન માટેના ગરમ પ્રયોગો મધ ને પચવા માં ઉપયોગ કરી શકાતા નથી.

 

જામેલું મધ ખરાબ કે મિલાવટ યુક્ત હોય તેવું જરૂરી નથી.

કેટલીક વખત કોઈ પ્રદેશનાં મધ માં શર્કરાનું પ્રમાણ વધુ હોવાને કારણે તેમાં થોડી કણી જેવું જામી જાય છે. ઘણાં લોકો તેને મધ માં ખાંડ કે અન્ય મિલાવટ સમજી ફેકી દે છે, પણ ઘણી વખત ચોખ્ખા મધ માં પણ ‘મધુ શર્કરા’ નામનું તત્વ વધારે હોવાથી મધમાં crystaline સ્વરૂપ જોવા મળે છે.

 

મધ ની પરખ કુતરાં પાસે કરાવવી?

મધમાં અનેક પ્રકારે ભેળસેળ કરવામાં આવે છે, એટલે સુધી કે નજર સામે તો પૂડા માંથી જ મધ કાઢે તો પણ તે પૂડા રાત આખી ચાસણી માં બોળી ને પણ લાવેલા હોઈ શકે છે.

કુતરું એવું પ્રાણી છે કે જેની સુંઘવા ની શક્તિ આપણા કરતાં અનેક ગણી સતેજ છે અને તે મધ ને ખુબ સરળતાથી પારખી લે છે. કુતરાં ક્યારેય મધ ખાતા નથી. આથી મધને રોટલી પર લગાવી કુતરાને આપવી. જો કુતરું રોટલી ના ખાય તો મધ સાચું અને ખાઈ જાય તો તેમાં જરૂર મિલાવટ છે.

 

સારાંશ:

એક વર્ષ જુનું, બરાબર પાકી ગયેલું મધ સારું. પોર્સેલીન ની અથાણાં બરણીમાં મધ રાખવું ઉત્તમ છે. મિલાવટ વગરનું અને સારી રીતે સાચવેલું મધ ક્યારેય બગડતું નથી.

Read More

અનેકગણી અસર કરશે ઔષધિ; જો લેવામાં આવશે મધ સાથે

આયુર્વેદમાં ઔષધિની અસરકારકતા ને વધારવા માટે તેને જુદી જુદી વસ્તુ સાથે આપવામાં આવે છે. જેને ઔષધનું અનુપાન (vehicle) કહેવામાં આવે છે. આયુર્વેદનાં મહર્ષિઓએ આ અનુપાન ની યુક્તિ શોધી ઔષધ પ્રયોગનાં ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શોધ કરી છે.

 

એક જ ઔષધ જુદા જુદા અનુપાન સાથે અપાતાં તેની શરીરમાં જુદી જુદી અસર જોવાં મળે છે. જેમાં કે હરડે ને પાણી સાથે અપાતાં તે દસ્ત સાફ કરે છે જ્યારે મધ સાથે અપાતાં દસ્ત ને બાંધે છે.

 

આયુર્વેદમાં અનુપાન તરીકે પાણી, મધ, ઘી, છાશ, દહીં, દહીં નું પાણી, ઉકાળો, ગોળ, સાકાર, તેલ, નમક વગેરેનો ઉપયોગ થાય છે. આ બધાં જ અનુપાનોમાં મધ શ્રેષ્ઠ છે જાણો શા માટે?

 

કુદરતી મીઠાશ નો ખજાનો

મધની પ્રાકૃતિક મીઠાશ જ્ઞાનેન્દ્રિયોને ખુબ જ પ્રસન્નતા આપે છે, જેથી ઔષધોની કડવાશ અનુભવાતી નથી અને ઔષધ લેવામાં સરળતા રહે છે.

 

યોગવાહિ

મધમાં અનેક પ્રકારનાં ઔષધીય પુષ્પોનાં રસનાં સંયોજન થી એક વિશેષ ગુણ ઉદ્ભવ પામે છે જેને મહર્ષિઓએ “યોગવાહિ”  એવું નામ આપ્યું છે. યોગવાહિ એટલે પોતાના સાથે યોગ (સંયોગ) થતાં બધાં પદાર્થો નાં ગુણોનું વહન કરનાર. મધ ને જયારે કોઈ ઔષધ સાથે લેવામાં આવે છે ત્યારે મધ પોતાનાં ગુણોની સાથે ઔષધ નાં ગુણો નો સંયોગ કરાવી તેનું શરીરમાં વહન કાર્ય ઝડપથી કરાવે છે.

 

સૂક્ષ્મ સ્રોતોગામી

મધ શરીરનાં નાના થી પણ નાના અતિ સૂક્ષમ માર્ગો,  સિરાઓ અને નસો માં પહોંચવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ્યાં સામાન્ય રીતે કોઈ દવાની અસર જલદી પહોચતી નથી એવાં ઝીણા શારીરિક માર્ગોમાં મધ એ દવાને પહોચાડે છે. આથી જ તો આયુર્વેદમાં હૃદય, મગજ, ફેફસાં, કિડની, આંખ વગેરે અગત્યનાં અંગો પર કામ કરનાર ઔષધ ને મધ નાં અનુપાન સાથે આપવામાં આવે છે.

 

ત્રિદોષ નાશક

શરીરમાં પોતાનાં નિશ્ચિત પ્રમાણથી વધેલા વાત, પિત્ત અને કફ દોષો રોગને ઉત્પન્ન કરે છે. મધ આ ત્રણેય દોષોને ઘટાડી-વધારી સંતુલિત કરે છે. આથી દરેક રોગમાં ઉપયોગી છે.

 

self preservative

મધ ક્યારેય બગડતું નથી અને પોતાની સાથે મિશ્રણ કરેલી ઔષધિને પણ બગડવા દેતું નથી. આથી આયુર્વેદમાં અનેક ઔષધો સાથે મધ મેળવાય છે જેમકે ચ્યવનપ્રાશ જેવાં અનેક ચાટણ માં મધ વપરાય છે જે ઔષધિ ને preserve પણ કરે છે અને તેની ગુણવતા માં પણ વધારો કરે છે.

 

સારાંશ:

મધ દરેક ઔષધિઓની અસર ને શરીરનાં સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ ભાગ સુધી ખુબ જ ઝડપથી અસરકારક માત્રામાં પહોચાડે છે. સાથે સાથે કુદરતી મીઠાશ યુક્ત અને ત્રિદોષનાશક છે.

Read More

वजन कम करने के लीए शहद और पानी का कैसे प्रयोग करें? जानीए सही तरीका

हमने अपने पिछले आर्टिकल में बताया था की गरम पानी और शहद एकसाथ लेने से विष रूप हो जाते है। मोटापा कम करने के लीए शहद और पानी का प्रयोग करने का सही तरीका वैद्यजीवन  नामक आयुर्वेद के ग्रंथ में महर्षि बताते है। 

 

शिशिरान्बु पिबेन्मधुप्रयुक्तं गणनाथो अपि भवेत्किलास्थिशेष: |

                                                                                                                                     — वैद्यजीवनं ⅘

 

How to prepare Honey water?

 

पहले ४ ग्लास पानी को उबालकर १ ग्लास करें। याने ३ ग्लास पानी जला दें। पश्चात उसे रूम टेम्परेचर तक ठंडा होने दें। उस एक ग्लास ठन्डे पानी में आधा ग्लास या चौथाई ग्लास शहद मिलाकर खूब अच्छी तरह मिक्स करें। जिस प्रकार कॉफी शेक  बनाने के लीए उसे खूब जोरों से हिलाकर मिक्स किया जाता है ठीक उसी प्रकार शहद और पानी को आपस में मिक्स करें। इस प्रकार एकरस हुआ मिश्रण श्रेष्ठ परिणाम देता है। 

 

Best time to take Honey water ?

 

प्रातःकाल खाली पेट 

 

Who should  take Honey water therapy?

 

कफ या पित्त प्रकृति वाले और जिन का वजन ज्यादा हो वह सब यह प्रयोग कर सकते है। ख़ासकर जिन का पेट बहार निकल रहा हो उन के लीए यह श्रेष्ठ उपाय है। 

 

Who should not take Honey water therapy?

 

वायु प्रकृति के व्यक्ति जिन का मोटापा वायु बढ़ने के कारण हो उन्हें यह प्रयोग नहीं करना चाहिए।  साथ ही जिन के घुटने घीस रहे हो या जोड़ों में चिकनाहट कम हो तो उन्हें यह प्रयोग नहीं करना चाहिए। 

डायबिटीस के रोगियों को अपने वैद्य से मिलाकर शुद्ध मधु उपलब्ध हो तो ही और वैद्य  मार्गदर्शन में ही यह प्रयोग करें। 

 

Precaution to be taken during Honey water therapy:

 

अगर आप को जोड़ों में घिसने की आवाज़ आती है  है तो प्रयोग बंध कर के वैद्य का मार्गदर्शन लें। प्रयोग शुरू कर ने से पहले शहद शुद्ध है या नहीं इसकी जांच अपने वैद्य से ज़रूर करवाए। मिलावटी या चीनी मिले हुए मधु से लाभ की जगह हानि होने की पूरी संभावना है। 

 

Health benefits of Honey water therapy:

 

 1. पेट की चरबी को ख़ास तौर पे कम होती है 
 2. भूख पर नियंत्रण होता है जिस से बार बार कुछ न कुछ खाते रहने की आदत कम जो जाती है 
 3. शरीर में कफ दोष कम होता है 
 4. काम करने में स्फूर्ति और उत्साह का अनुभव होता है 
 5. मधु रसायन होने से बुढ़ापा देर आता है 
 6. जातीय शक्ति बढ़ती है 
 7. शरीर का बल बढ़ता है 
 8. त्वचा की सुंदरता और तेजस्विता को बढ़ाता है
 9. पसीना कम और दुर्गन्ध रहित होता है 
 10. चलने फिर ने या सीढीया चढ़ाने में सांस नहीं फूलती 

 

In brief:

 

आयुर्वेद में मधु को सर्व श्रेष्ठ रसायन (Tonic)में से एक माना गया है। महर्षि चरक और महर्षि सुश्रुत मधु को प्रतिदिन प्रयोग करने के लीए कहते है।  मोटापा कम करने वाला यह प्रयोग “मधूदक” (Honey water) कहा जाता है। इस विधिवत प्रयोग करने से गणेश जी जैसे बड़ी तोंद हो तो भी सुदामा जैसी पतली हो जाती है। 

 

In Ayurveda, honey is considered to be one of the best tonics. Maharishi Charak and Maharishi Sushruta are said to be using Madhu everyday. This weight loss remedy is described as  “Madhoodaka” in Ayurveda. By using this simple remedy one can easily reduce extra belly fat.

Read More

ત્રીસ વર્ષની ઉંમર પછી ડાયાબિટિસથી બચવા તેના કારણોનો ત્યાગ કરો.

સુબોધ : વૈધરાજ આર્યુવેદ તો માને છે કે કોઈ પણ રોગનાં કારણોને સાંગોપાંગ જાણીને પછી તેને દૂર કરવાથી જ રોગમાં રાહત થાય અને તે આગળ વધતો અટકે છે. તો આર્યુવેદમાં આ ડાયાબિટિસનાં કારણો અમને સરળ અને ઉપયોગી રીતે સમજાવશો? જેથી હું મારામાં આ રોગ થવાનાં કારણો તો જાણી શકું. બાકી તો મને એક સજાગ દર્દી તરીકે જાણવાની ઈચ્છા હોવા છતાં આ કારણો કોઈએ જણાવ્યા નથી.

 

વૈધ : ભગવાન પુનર્વસુ આત્રેય એ આર્યુવેદનાં મહાન મહર્ષિ થઈ ગયા અને તેમની પ્રેરણાથી તેમનાં શિષ્ય અગ્નિવેશે આર્યુવેદની ગીતા કહી શકાય એવો મહાન ગ્રંથ લખ્યો જે આજનાં સમયમાં ચરક સંહિતા તરીકે પ્રસિદ્ધ છે. જેના મૂળ ઉપદેષ્ટા પુનર્વસુ આત્રેય અને રચનાકાર અગ્નિવેશ છે જેને ચરકમુનિએ પ્રતિસંસ્કૃત કર્યો તેથી તેને ચરક સંહિતા કહેવાય છે. તેમાં આ મધુમેહના કારણો અને સંપૂર્ણ ચિકિત્સા ભાવટપ્રકાશ, માનવનિદાન વગેરેમાં અનેકમાં પણ વિશદ વિવરણ ઉપલબ્ધ છે.

 

સુબોધ : પણ વૈધરાજ અમને આપના આ ગ્રંથો, તેની માહિતી અને તેના લેખકો વગેરેથી શો સંબંધ? અમે કાઈં એવાં ભારેખમ સંસ્કૃત થોથા થોડી સમજી શકવાના હતા? અમને તો આપ તેનાં કારણો સરળ રીતે સમજાવો એ જ જરૂરી.

 

વૈધ : એનું વર્ણન પણ તમારા લાભમાં જ છે. કેમ કે આર્યુવેદનું જ્ઞાન કોઈ એક જ સંહિતામાં નથી. પરતું પ્રત્યેક ગ્રંથની પોતાની આગવી વિશેષતા છે. કોઈમાં રોગની સાંગોપાંગ સમજ છે, તો કોઈમાં એની શ્રેષ્ઠ ચિકિત્સા છે તો વળી કોઈમાં તેનાં માટેનાં આહાર-વિહારથી માંડીને વ્યાયામનું વર્ણન છે. તે પણ બધું હજારો વર્ષોનાં અનુભવથી અત્યંત સિદ્ધ પ્રયોગ સ્વરૂપનું અને ત્વરિત પરિણામ આપનારું છે. હવે આપ એ બધાના સારરૂપ અને જેમ ભમરો બધાં જ શ્રેષ્ઠ ફૂલોમાંથી મધ એકઠું કરી અમૃતરૂપે આપે તેમ સરળતાથી સારભૂત અમૃતને સમજો. કોઈ પણ પ્રકારનો આહાર કે વિહાર જે શરીરમાં અપકવ એટલે કે કાચા, અપાચિત, પોતાના સંપૂર્ણ સ્વરૂપને ન પામેલા તત્વોને ઉત્પન્ન કરે તે કારણોનું સેવન એ ડાયાબિટિસ રોગ થવાનો પ્રથમ અવસર શરીરને પુરો પાડે છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા બંનેનાં મત મુજબ આ રીતે ઉપન્ન થતી શારીરિક તત્વોની અપક્વતા જ પ્રમેહ રોગ માટે જવાબદાર છે.

 

સુબોધ : આ અપકવ તત્વો એટલે શું?

 

વૈધ : સુબોધભાઈ આપને જો આર્યુવેદનું સામાન્ય જ્ઞાન હોય તો જ આપ આ સંપૂર્ણ કારણો જે ડાયાબિટિસ જેવો અસાધ્ય અને મહાભયંકર રાજરોગ ઉત્પન્ન કરવામાં જવાબદાર છે તેનાથી રોગની ઉત્પત્તિ કેમ થાય એ સમજી શકશો અને તેનાં ઉપાય માટે આગળ વધી શકશો. આર્યુવેદ અનુસાર આપણું શરીર બહારનાં મુખ્ય ત્રણ તત્વો હવા, પાણી અને ખોરાકનું ગ્રહણ કરી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી શરીરને ઉપયોગી એવાં શરીરક કે જૈવિક પદાર્થોનું નિર્માણ કરે છે. આ નિર્માણ કાર્ય માટે થતી વિભિન્ન પ્રક્રિયાઓનો આધાર શરીરની પાચનશક્તિ, ઉંમર, શારીરિક અને માનસિક બંધારણ, પ્રકૃતિ, નિદ્રા એવાં અનેક પરિબળો પર રહેલો છે. સારા, સ્વચ્છ, ઉત્તમ અને યોગ્ય માત્રામાં સેવન કરાયેલાં ખોરાક, પાણી અને હવા દ્વારા શરીરનો અગ્નિ શરીરની પ્રત્યેક સારી અને નરસી ક્રિયાઓ માટે જવાબદાર છે. ધાતુઓ સાત છે જે શરીરનો આધારભૂત ઘનભાગ જેવાં કે માંસ, મેદ, અસ્થિ, મજ્જા તથા પ્રવાહીભાગ જેવો કે રસ, રક્ત, શુક્ર વગેરે છે અને મૂળ, મૂત્ર, પરસેવો, આંખ, નાક, કાનનાં મેલ વગેરે છે. શરીરમાં આ ત્રણે પ્રકારનાં તત્વોનું યોગ્ય પ્રમાણ અને સ્વરૂપ જાળવવાનું કાર્ય અગ્નિનું છે. અગ્નિ દ્વારા દોષ, ધાતુ અને મળનું શરીરમાં યોગ્ય સ્વરૂપ અને પ્રમાણ જળવાય એ જ આરોગ્ય છે. જો તેનાં સ્વરૂપમાં કોઈ વિકૃતિ આવે અથવા તેનું પ્રમાણ વધ-ઘટ થાય તો શરીરનું સ્વાસ્થ્ય બગડે છે. હવે આપ સમજી શક્યા હશો કે અપક્વ તત્વો એટલે અગ્નિ દ્વારા પચી ન શકેલા, પોતાના યોગ્ય સ્વરૂપને ન પામેલા, પ્રમાણમાં વધારે કે ઓછા એવાં આ દોષ, ધાતુ અને મળ.

 

સુબોધ : તો પછી આ તત્વો શરીરમાં અપક્વ શા કારણોથી રહે છે? કે જેથી તેઓ ડાયાબિટિસ ઉત્પન્ન કરે.

 

વૈધ : હવે આપ મૂળને સમજ્યા. આર્યુવેદનાં આચાર્યોએ આ માટે જે કારણો આપ્યા એ મુખ્યત્વે ચારભાગોમાં વિભાજીત કરી શકાય :

૧) કોઈ પણ પ્રકારનાં શારીરિક અને માનસિક શ્રમ વગર તદ્દન બેઠાડું અને આરામદાયક જીવનની સાથે અત્યંત પૌષ્ટિક, ભારે, ચીકણાં, કાચા આહારનું સેવન
૨) ચિંતા વગેરે માનસિક કારણોથી અગ્નિ મંદ પડે અને અપક્વ તત્વો બને
૩) વારસાગત કારણ
૪) કોઈ પણ અન્ય રોગોથી અગ્નિ મંદ થાય ત્યારે.

હવે આપણે આ કારણોને ક્રમશ: વિસ્તારથી સમજીએ.

 

આજનાં ભૌતિક સગવડોથી ભર્યા જીવનમાં શારીરિક શ્રમનું પ્રમાણ ઘટતું જાય છે. સાથે સાથે આહારમાં પોષણનું મહત્વ વધતું જાય છે પરંતુ એક અતિ સરળ નિયમની પ્રત્યેક જગ્યાએ ઉપેક્ષા થતી જોવાં મળે છે કે પોષણ કરતાં પાચન અગત્યનું છે. જે વ્યક્તિ દિવસમાં ખુબ જ પૌષ્ટિક, ભારે, ઘી-દૂધ-દહીંની અધિકતાવાળો, ચીકણો, ઝીણા લોટમાંથી બનેલો, વાસી, આથાવાળો, સાકર, ખાંડ, ગોળ, તલ, મગફળી, નવું ધાન્ય, મીઠાઈઓ વગેરેનું અતિમાત્રામાં અને વારંવાર સેવન કરે અને તેની સામે આવું પોષણ ખર્ચ થાય તેવો શ્રમ, વ્યાયામ ન કરે એવી વધુ પડતી આરામદાયક જીવનશૈલીનાં કારણે વ્યક્તિનો અગ્નિ પ્રમાણમાં વધુ અને ભારે એવાં આ આહારને પચાવી શકતો નથી અને ક્રમશ: અપક્વ તત્વો દોષ, ધાતુ બને છે. આમ જેવાં પ્રકારનાં ગુણોવાળો આહાર લેવાય છે તેમાંથી શરીરનાં તત્વો પણ તેવાં પ્રકારનાં ગુણધર્મોવાળા બને છે. તેમાં પણ આ બધાં જ આહાર-વિહાર કફવર્ધક હોવાથી શરીરમાં ચીકાશ, દ્રવતા પચપચાપણું, શિથિલતા કે પ્રવાહીપણું જેવાં ગુણધર્મો ધરાવતી અને કાચી(અપકવતા)ના ગુણોવાળી ધાતુઓ વગેરેમાં વિકૃતિરૂપ વૃદ્ધિ થતી જાય છે. આમ ધાતુઓની આ વિકારરૂપ વૃદ્ધિ ક્રમશ: પ્રમેહની ઉત્પત્તિ કરે છે જેમાં મૂત્ર દ્વારા વધુ પ્રમાણમત આવી ચીકણી, દ્રવ ધાતુઓની આ વિકારરૂપ વૃદ્ધિ ક્રમશ: ધીરે-ધીરે આ સ્થિતિની અવગણના થવાથી પ્રમેહ એ અસાધ્ય એવાં મધુમહમાં ફેરવાય છે.

 

સુબોધ : આજનાં મધ્યમ વર્ગને નિરાંતનો શ્વાસ લેવા નથી મળતો. એક નોકરીમાંથી બીજી નોકરી, ઓવર ટાઈમ, રાતનાં ઉજાગરા અને એક વખત આરામથી ભોજનનો પણ સમય નથી. તેમાં પણ ડાયાબિટિસનાં કેસ વધતાં જવાનું કારણ શું? તેઓને તો આરામદાયક જીવનશૈલી પણ નથી મળતી.

 

વૈધ : ચિંતા તેમને ચિતા સમાન બળે છે. સતત કામનું ભારણ, અનિયમિત જીવન, આર્થિક સમસ્યા વગેરે તેમનો અગ્નિ કે પાચનશક્તિ બગડે છે જે સુપાચ્ય ખોરાકને પણ પચાવવા સક્ષમ રહેતો નથી અને અપાચિત સ્વરૂપમાં ફેરવે છે. આમ ડાયાબિટિસ થતો અટકાવવા ઉપર કહેલા બંને કારણોનો ત્યાગ કરવો જોઈએ. ટૂંકમાં પાચન મુજબ અને ભૂખથી ઓછું જમવું, કસરત કરવી અને તણાવમુકત રહેવું એ રોગ થતો અટકાવે છે અને રોગથી પીડાતા દર્દીઓનો રોગ વધતો અટકાવી તેને રાહત આપે છે.

Read More

Panchakarma Detox

We are very much aware about user manual and maintenance of our car or cell phone. But unfortunately we are not at all aware about service and maintenance of our body.

Now a days we have much exposure to toxins like never before. Whatever we consume to keep body alive and healthy are having toxins within like grains, fruits, vegetables, milk, spices, ghee, oil etc. even it’s harder to get fresh air and clean water. These toxins when accumulated in the body will produce many diseases.

Our Rishi Muni have evolved an exclusive therapeutic procedure called Panchakarma to remove these accumulated toxins. Panchakarma is a routine service of our body. Panchakarma detox, clean and rejuvenate the body.

Read More

पंचकर्म ; शरीर को शुद्ध करने की दुनिया की सर्व श्रेष्ठ विधा 

मेरे कई पेशन्ट पूछते है की साहब ये पंचकर्म क्या है? आज में आप के सामने बहुत ही सरल रूप में पंचकर्म का स्वरुप समझाने जा रहा हु।  हमने पिछले वीडियो में देखा की आज किस प्रकार हमारे शरीर में आहार, जल और वायु से टॉक्सिन जमा हो रहे है। इसे दूर करने के लिए महर्षि सुश्रुत भी पंचकर्म बताते है। इस पोस्ट में में आप को बताऊंगा की  गाड़ी या मशीन के लिए उसे की रूटीन सर्विस जरूरी है ठीक उसी प्रकार शरीर रूपी मशीन की सर्विस के लिए पंचकर्म जरूरी है। 

 

दोस्तों जिस प्रकार हमने देखा की बहार से हमारे शरीर में टॉक्सिन आते है उसी प्रकार क्या आप ये जानते है की शरीर खुद भी अपने आप टॉक्सिन का निर्माण करता है???

 

जी हां शरीर में पाचन, मेटाबोलिज़म और ऐसी अनेक प्रक्रियाएं २४ घंटे चलाती रहती जिस से वेस्ट प्रोडक्ट के रूप में मल, मूत्र , बलगम (कफ), पसीना, आँख, नाक, कान के मेल आदि का निर्माण होता है। ये सब शरीर से कई प्रकार के कचरे या टॉक्सिन को बहार निकालते है। अगर हम आयुर्वेद में बताये गए आहार विहार और दिनचर्या का अनुसरण करते है तो यह टॉक्सिन इसी प्रकार सुचारु रूप से बहार निकलते रहते है और हमारा शरीर स्वस्थ रहता है। 

 

पर आजकल की फ़ास्ट लाइफ स्टाइल , स्ट्रेस , sedentary  लाइफ , और सीज़नल इफ़ेक्ट शरीर के इस नेचरल स्वच्छता अभियान याने मल, मूत्र, पसीना , वायु, पित्त , कफ आदि को पूर्ण रूप से बहार नहीं निकाल सकता। और वे हमारे शरीरमें जमा होते जा रहे है। इस प्रकार बहार से आहार, जल और वायु से आनेवाले टॉक्सिन और शरीरमे भी अंदर बन रहे वेस्ट प्रोडक्ट्स की मात्रा बढ़ जाने से धीरे धीरे डायजेशन और मेटाबोलिज़म बिगड़ता है।  जिस से पुरे महसूस होना, उत्साह न रहना, आलस , भारीपन, चिड़चिड़ापन, विटामिन या ब्लड की कमी से लेकर डायबिटीस, बीपी, कोलेस्टेरोल, मोटापा, अर्थराइटिस आदि अनेक बिमारीयो होती है। साथ ही ये टॉक्सिन बीमारियों को ठीक भी नहीं होने देते जैसे अगर आप को शुगर, बीपी, कोलेस्टेरोल, मोटापा आदि है तो वो कंट्रोल में नहीं रहा पाटा चाके आप कितनी भी दवाइया ले। 

 

हमारे शरीर में जमा हो रहे ऐसे अनेक प्रकार के टॉक्सिन और वेस्ट प्रोडक्ट्स को सरलता से बहार निकालने की कम्पलीट सायंटिफिक मेथड याने पंचकर्म। 

Read More