અનેકગણી અસર કરશે ઔષધિ; જો લેવામાં આવશે મધ સાથે

Avatar Sanjeevani September 24, 2019 0 Comments

આયુર્વેદમાં ઔષધિની અસરકારકતા ને વધારવા માટે તેને જુદી જુદી વસ્તુ સાથે આપવામાં આવે છે. જેને ઔષધનું અનુપાન (vehicle) કહેવામાં આવે છે. આયુર્વેદનાં મહર્ષિઓએ આ અનુપાન ની યુક્તિ શોધી ઔષધ પ્રયોગનાં ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શોધ કરી છે.

 

એક જ ઔષધ જુદા જુદા અનુપાન સાથે અપાતાં તેની શરીરમાં જુદી જુદી અસર જોવાં મળે છે. જેમાં કે હરડે ને પાણી સાથે અપાતાં તે દસ્ત સાફ કરે છે જ્યારે મધ સાથે અપાતાં દસ્ત ને બાંધે છે.

 

આયુર્વેદમાં અનુપાન તરીકે પાણી, મધ, ઘી, છાશ, દહીં, દહીં નું પાણી, ઉકાળો, ગોળ, સાકાર, તેલ, નમક વગેરેનો ઉપયોગ થાય છે. આ બધાં જ અનુપાનોમાં મધ શ્રેષ્ઠ છે જાણો શા માટે?

 

કુદરતી મીઠાશ નો ખજાનો

મધની પ્રાકૃતિક મીઠાશ જ્ઞાનેન્દ્રિયોને ખુબ જ પ્રસન્નતા આપે છે, જેથી ઔષધોની કડવાશ અનુભવાતી નથી અને ઔષધ લેવામાં સરળતા રહે છે.

 

યોગવાહિ

મધમાં અનેક પ્રકારનાં ઔષધીય પુષ્પોનાં રસનાં સંયોજન થી એક વિશેષ ગુણ ઉદ્ભવ પામે છે જેને મહર્ષિઓએ “યોગવાહિ”  એવું નામ આપ્યું છે. યોગવાહિ એટલે પોતાના સાથે યોગ (સંયોગ) થતાં બધાં પદાર્થો નાં ગુણોનું વહન કરનાર. મધ ને જયારે કોઈ ઔષધ સાથે લેવામાં આવે છે ત્યારે મધ પોતાનાં ગુણોની સાથે ઔષધ નાં ગુણો નો સંયોગ કરાવી તેનું શરીરમાં વહન કાર્ય ઝડપથી કરાવે છે.

 

સૂક્ષ્મ સ્રોતોગામી

મધ શરીરનાં નાના થી પણ નાના અતિ સૂક્ષમ માર્ગો,  સિરાઓ અને નસો માં પહોંચવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ્યાં સામાન્ય રીતે કોઈ દવાની અસર જલદી પહોચતી નથી એવાં ઝીણા શારીરિક માર્ગોમાં મધ એ દવાને પહોચાડે છે. આથી જ તો આયુર્વેદમાં હૃદય, મગજ, ફેફસાં, કિડની, આંખ વગેરે અગત્યનાં અંગો પર કામ કરનાર ઔષધ ને મધ નાં અનુપાન સાથે આપવામાં આવે છે.

 

ત્રિદોષ નાશક

શરીરમાં પોતાનાં નિશ્ચિત પ્રમાણથી વધેલા વાત, પિત્ત અને કફ દોષો રોગને ઉત્પન્ન કરે છે. મધ આ ત્રણેય દોષોને ઘટાડી-વધારી સંતુલિત કરે છે. આથી દરેક રોગમાં ઉપયોગી છે.

 

self preservative

મધ ક્યારેય બગડતું નથી અને પોતાની સાથે મિશ્રણ કરેલી ઔષધિને પણ બગડવા દેતું નથી. આથી આયુર્વેદમાં અનેક ઔષધો સાથે મધ મેળવાય છે જેમકે ચ્યવનપ્રાશ જેવાં અનેક ચાટણ માં મધ વપરાય છે જે ઔષધિ ને preserve પણ કરે છે અને તેની ગુણવતા માં પણ વધારો કરે છે.

 

સારાંશ:

મધ દરેક ઔષધિઓની અસર ને શરીરનાં સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ ભાગ સુધી ખુબ જ ઝડપથી અસરકારક માત્રામાં પહોચાડે છે. સાથે સાથે કુદરતી મીઠાશ યુક્ત અને ત્રિદોષનાશક છે.

Avatar
AboutThe Sanjeevani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 5 =