From Heart Diseases to Digestive Problems; find out benefits of Honey
From Heart Diseases to Digestive Problems; find out benefits of Honey
હૃદય થી લઈને પાચન શક્તિના સુધાર સુધી ;
જાણો કઈ રીતે કરે છે મધ શરીરમાં અસર?
આયુર્વેદનાં મહર્ષિઓને ઔષધના ગુણ-કર્મ અને તેનાં શરીર પરના કાર્યકારી તત્ત્વ નું ગહન જ્ઞાન હતું, જેની પ્રતીતિ તેમનાં દ્વારા લખાયેલી પ્રત્યેક સંહિતાઓ જોતાં સહેજે થઇ જાય છે. સંહિતાઓ નાં તલસ્પર્શી અભ્યાસ થી મધની શરીર પર થતી નીચેની અસરો સમજી શકાય છે.
રુક્ષણ; ચીકાશ ને શોષે
જુનું મધ શરીરને સૂકું કરી તેની ચીકાશને શોષી લે છે. આથી કફ નાં રોગોમાં મધ શ્રેષ્ઠ ઔષધ છે. કાયમ કફની સમસ્યા રહતી હોય તેને મધ લેવાથી ફાયદો થાય છે.
જુઓ હળદર+મધ
અગ્નિ દીપન; ભૂખ લગાડે
અલ્પ માત્રામાં જુનું મધ પાચક રસનો બળ આપી, પાચનશક્તિ ને ખુબજ સુધારે છે અને ભૂખ લગાડવામાં મદદ કરે છે. આથી યોગ્ય પાચક ઔષધ સાથે મધ લેવું બહુ ફાયદાકારક છે.
જુઓ આદુરસ+મધ પ્રયોગ
સ્વર્યમ; કોકિલ કંઠ કરનાર
મધ ગળામાં રહેલી સ્વરપેટી નાં સ્નાયુઓને પોષણ આપે છે અને ગળામાં ચોટતા કફને દૂર કરતુ હોવાથી સ્વરને સુધારવામાં ખુબ જ સારું છે. ગાયકો અને વક્તાઓએ મધનું સેવન નિત્ય કરવું જોઈએ.
જુઓ જેઠીમધ+મધ પ્રયોગ
વર્ણ્ય; કુદરતી કોસ્મેતિક
મધ માં ત્વચા અને રક્ત ધાતુને શુદ્ધ કરવાનો ગુણ છે. તેથી મધ નો પ્રયોગ લગાવવામાં કે ખાવામાં કરવાથી ત્વચાનો વાન ખુબ જ ખીલે છે.
જુઓ મધ+લોધ્ર નો પ્રયોગ
સુકુમાર; લાવણ્ય વર્ધક
મધ શરીરની ધાતુઓમાં કોમળતા ઉત્પન્ન કરે છે તેથી મધનું નિયમિત સેવન શરીરને સુકુમારતા યુક્ત લાવણ્ય પ્રદાન કરે છે.
જુઓ મધ+ગળો નો પ્રયોગ
લેખન; પાતળું કરનાર
જુનું મધ શરીરની વધારાની ચરબીને દૂર કરી શરીરને પાતળું કરે છે.
જુઓ મધૂદક નો પ્રયોગ
હૃદયમ; cardiac tonic
મધ એ cardiac tonic છે. તેનાથી હૃદયને શક્તિ મળે છે અને તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. હૃદયરોગ ના દર્દીઓ માટે મધ આશીર્વાદરૂપ છે.
જુઓ સિતોપલાદી+મધ
વાજીકરણ; અંગત જીવન માં સંતોષ નો અનુભવ
મધ શરીરના જાતીય અંગોની કાર્યક્ષમતા સુધારે છે. આથી જાતીય ખામીને દૂર કરી પૌરુષેય શક્તિને વધારે છે.
મધ+જાયફળ, લવીંગ પાનબીડું
સન્ધાન્મ; રમતવીરો માટે વરદાન રૂપ
મધ શરીરની માંસપેશીઓ અને હાડકા ને પુષ્ટ કરે છે. તેથી હાકડા કે માંસપેશીની ઇજાઓમાં મધ નાં સેવન થી ઝડપથી જોડાણ થાય છે. રમતવીરોએ નિયમિત મધ લેવું જોઈએ.
જુઓ મધ+દૂધ નો પ્રયોગ
સંગ્રાહી; મળ ને બાંધે
જુના મધ માં મળ ને બાંધવાનો ગુણ છે. તેથી મરડો અને ઝાડામાં મળને રોકી રાહત આપે છે.
સુંઠ+મધ
ચક્ષુષ્ય; આંખના રોગોમાં સંપૂર્ણ ઔષધ
આંખની તેજસ્વિતા વધારવા તેમ જ આંખના રોગો માટે મધ અમૃત સમાન ઉપયોગી છે. તેનાથી અનેક આંખના રોગો દૂર થાય છે.
આંખમાં આંજવું. મધ+આમળા નો પ્રયોગ
પ્રસાદન; કુદરતી સૌંદર્ય
મધ શીત ગુણ વાળું હોવાથી પિત્ત દોષ ને ઘટાડે છે અને શરીરની ચામડી પર થતી તડકાની અસરને ઓછી કરી વર્ણ ને ખુબ સુંદર બનાવે છે.
આમલા+મધ
સૂક્ષ્મ માર્ગાનુસારી; દવા નાં પ્રભાવ ને વધારનાર
મધ એ ઔષધ ને શરીરનાં નાના માં નાના માર્ગો, ધમનીઓ અને સીરાઓ સુધી પહોચાડે છે. તેથી જ તો હૃદયની નળીઓ ની બ્લોકેજ ને દૂર કરવાં માટેનાં દરેક ઔષધો મધ સાથે આપવાનો રીવાજ છે.
અપના હૃદયને આપો આયુર્વેદ નો સાથ– trimarmiyaa concept
મેધાકાર; brain tonic
મધ મગજનાં જ્ઞાનતંતુઓને પોષણ આપી બુદ્ધિ ક્ષમતામાં વધારો કરે છે.
શંખપુષ્પી+મધ
સારાંશ: મધ ચમત્કારિક ઔષધીય ગુણોથી ભરપૂર છે અને લગભગ શરીરનાં દરેક અંગોને સ્વસ્થ રાખવામાં ઉપયોગી રસાયન છે.