Is Honey safe for Diabetic Patients? Know Ayurveda Fact

Avatar Dr. Vishal Pandya April 26, 2019 0 Comments

ડાયાબીટીસ નાં રોગીઓ પણ લઇ શકે છે મધ; જાણો ડાયાબીટીસ માં મધ લેવાથી થતાં ફાયદા

   આયુર્વેદમાં 20 પ્રકારનાં પ્રમેહનો ઉલ્લેખ છે જેમાં મોટેભાગે હાલનાં ડાયાબીટીસ તરીકે કહેવાતાં રોગનાં લક્ષણોનો સમાવેશ થઇ જાય છે. ડાયાબીટીસના દર્દીઓને દરેક પ્રકારનું ગળપણ ખાવામાં ખુબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. બધાં જ ગળપણ ની જેમ મધ લેવામાં પણ ડાયાબીટીસ નાં દર્દીઓ ભય અનુભવતા હોય છે. પણ જો થોડી આયુર્વેદીય સૂચનોને ધ્યાન રાખવામાં આવે તો મધ લેવું ડાયાબીટીસ માં ફાયદારૂપ થઈ શકે છે.

  આયુર્વેદ અનુસાર જુનું મધ મધુમેહ માં ફાયદા રૂપ છે. જો મધુમેહ રોગમાં પાચનશક્તિ (જઠરાગ્ની) ની જાળવણી સાથે થોડા પ્રમાણમાં મધ લેવામાં તો તેનાથી સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.  તેમજ રોગીની વારંવાર ગળપણ લેવાની ઈચ્છા પણ સંતોષાય છે. આ સાથે જ ડાયાબીટીસ નાં કારણે શરીરમાં થતી સમસ્યાઓમાં સુધાર થતો જોવાં મળે છે. ડાયાબીટીસના રોગીમાં લાંબા ગાળે શરીરનાં વિવિધ અગત્યનાં અંગો કિડની, આંખ, જ્ઞાનતંતુઓ વગેરેની કાર્યક્ષમતા ઘટે છે.

  આયુર્વેદમાં મધ ને ઉત્તમ રસાયન કહેલું છે, જેનો નિત્ય પ્રયોગ શરીરનાં દરેક અંગોની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે. મધ આંખ, મગજનાં કોષો, કીડાની, લીવર, હૃદય વગેરે માટે ઉત્તમ ટોનિક છે. આમ જો ડાયાબિટીસના દર્દી મધ નો ઉપયોગ રોજિંદા વપરાશમાં કરે તો તેના આ અંગો વધુ કાર્યક્ષમ બને છે અને તેમાં ખામીઓ સર્જાતી નથી. આયુર્વેદનાં ઋષિઓએ કહેલી આ વાતને હવે અમેરિકન લાયબ્રેરી ઓફ મેડિસિન નાં શોધપત્રમાં પ્રમાણિત કરવામાં આવી છે.

કઈ રીતે કરશો મધ નો પ્રયોગ:

આહાર માં:

  • જ્યાં મધ ની મીઠાશ ભળી શકતી હોય તેવા આહાર માં મધ નો ઉપયોગ કરી શકાય છે. જેમાં કે છાશ કે દૂધ માં થોડું મધ ઉમેરી ને લઇ શકાય છે.
  • રોજ જવ ની રોટલી કે ભાખરી પર મધ લગાવી ને ખાઈ શકાય છે.
  • મધ અને લીબું નું શરબત બનાવી ને લઇ શકાય છે.
  • આમળાના રસમાં મધ ઉમેરીને લઇ શકાય.

ઔષધમાં:

  • ગળો નો ઉકાળો બનાવી તેમાં મધ ઉમેરીને લેવાથી ખૂબ જ લાભ રહે છે.
  • આમળા અને હળદરનું ચૂર્ણ સમાન ભાગે લઇ તેમાં મધ મેળવી સવારે નરણા ચાટવાથી ડાયાબીટીસ માં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
  • આદુના રસ સાથે મધ લેવાથી પાચનશક્તિ શક્તિમાં સુધારો થાય છે.

 

સારાંશ: “મધ નો પ્રયોગ આયુર્વેદીય સૂચનો અનુસાર કરવાથી ડાયાબીટીસ નાં કારણે શરીરમાં થતાં નુકસાન અટકે છે અને રોગીનાં સ્વાસ્થ્યમાં સુધારો જોવાં મળે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight − three =