Just doing Shirodhara with fashion find out true Ayurvedic realities

Just doing Shirodhara with fashion find out true Ayurvedic realities

ફેશન થી કરાવો છો શિરોધારા પણ જાણો તેની સાચી આયુર્વેદીય વાસ્તવિકતાઓ

શિરોધારા નું નામ સાંભળતાં જ મોટા ભાગનાં લોકોનાં મનમાં કેરાલા ટુરીઝમ અને પંચકર્મ થેરાપી જેવાં શબ્દો  ઉપસી આવે છે. ઘણાં લોકો તો શિરોધારા ને જ પંચકર્મ માની બેઠેલાં હોય છે. પણ સાચી વાસ્તવિકતા તો એ છે કે શિરોધારા એ પંચકર્મ છે જ નહીં બલ્કિ દક્ષિણ ભારત માં પ્રચલિત માથાની માલીશ ની એક પદ્ધતિ છે. Shirodhara is an Ayurvedic Treatment. Here is everything you need to know about Shirodhara.

 

શું છે આ શિરોધારા?

What is Shirodhara Treatment?

કપાળના ભાગ માં ઔષધિ સિદ્ધ નવસેકા પ્રવાહી ની ધારા કરવી તેને શિરોધારા કહેવામાં આવે છે, તેની સંપૂર્ણ સાચી વિધિ “ધરાકલ્પ” નામનાં ગ્રંથમાં આયુર્વેદનાં મહર્ષિઓએ વર્ણવેલ છે અને તે મુજબ કરેલી શિરોધારા ખુબ જ સારાં પરિણામ આપે છે.

 

શિરોધારા કઈ રીતે કરવામાં આવે છે?

How Shirodhara is done? Shirodhara Procedure

શિરોધારા માટે ઔષધિઓનો ઉકાળો, ઔષધિયુક્ત છાશ કે દૂધ, વિવિધ જાતનાં ઔષધીય તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ ઔષધથી શિરોધારા કરવી એ રોગીની તાસીર અને રોગ નાં આધારે નિષ્ણાત વૈદ્ય નક્કી કરે છે. જ્યારે આજકાલ તો બ્યુટી પાર્લરમાં પણ પાણી કે કોઈ પણ તેલ થી શિરોધારા કરવામાં આવે છે, જે માથામાં તેલ રેડીને મન ને સંતોષ આપવા સિવાય બીજો કોઈ ફાયદો કરતી નથી.

 

શિરોધારાથી થતાં લાભ:

Benifits Of Shirodhara:

શિરોધારા જો રોગીના રોગ અને તેની પ્રકૃતિ તેમજ ઋતુ અનુસાર ઔષધીય તેલ-દૂધ-છાશ કે ઉકાળા ને નવસેકું ગરમ કે ઠંડું કરી કરવામાં આવે તો ઉતમ લાભ થતો જોવાં મળે છે.

  • મન ખુબ જ શાંત થાય છે
  • વિચારવાયુ દૂર થાય છે
  • એન્ઝાઈટી, ડીપ્રેશન જેવાં માનસિક રોગોમાં ફાયદો થાય છે
  • વાળ ખરાવા, ખોળો વગેરે જેવી સમસ્યાઓમાં રાહત થાય છે Shirodhra is very beneficial for various hair problems like Hair Loss, Premature Greying of hair etc
  • માથાનાં દુઃખાવા, માયગ્રેન વગેરેમાં લાભ થાય છે
  • અનિદ્રા દૂર થઈ ખુબ જ ગાઢ ઊંઘ આવે છે.
  • ટેન્શનલ હેડેક, હાય બ્લડપ્રેશર વગેરે માં રાહત અનુભવાય છે.

 

 

સારાંશ:

આજનાં ભાગ દોડ અને માનસિક તણાવથી ભરેલાં જીવન માં વૈદ્ય ની દેખરેખ નીચે કરાવેલ શિરોધારા જાણે મનની શાંતિ તરફ લઇ જતો આયુર્વેદીય રસ્તો છે. સાથે અનિદ્રા, માનસિક રોગો, વાળની સમસ્યાઓ, માથાનાં દુઃખાવા વગેરેની નિર્દોષ ચિકિત્સા છે.

Read More