Suffering from Skin Problem; Follow these simple Ayurveda tips during this spring

ચામડી ના રોગો માટે અપનાવો એટલા સરળ આયુર્વેદિક ઉપાયો

ચામડીનાં રોગીની વાસંતિક ચર્યા જોઈએ તો તેમાં અલૂણાનું ખાસ મહત્વ છે. તેથી ચૈત્ર મહિનામાં નમક લેવાનો અને લીમડાનાં કૂમળા ફૂલ અને પાન તેમજ છાલનો ઉકાળો પીવાનો રિવાજ છે. રીતે ચામડીનાં દર્દીએ વસંત શરૂ થતાં ખોરાકમાં નમક લેવું. સાથે નહાવા માટે કેસુડાંનાં ફૂલ અને લીમડાનાં પાનથી ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો. લીંબોડીનાં તેલથી શરીરે માલીશ કરવી પરંતુ જો ચામડીમાંથી પચપચા પાણી જેવો સ્ત્રાવ થતો હોય તો તેને સૂકી રાખવી અને જો વધુ સૂકી થઈને પોપડીઓ ખરતી હોય તો તેલ માલીશ કરવી.

લીમડાનાં કૂમળા પાનનો રસ પી ઊલટી કરવી. હરડે, નસોતર, કડું, કરિયાતુ વગેરેનો વૈદ્ય સલાહ અનુસાર એવો અને એટલા પ્રમાણમાં પ્રયોગ કરવો કે સવારમાં વખત સારી રીતે પેટ સાફ થાય. નાગરમોથ, ધાણા વગેરેથી ઉપર બતાવેલી રીતે સિદ્ધ જલનો પ્રયોગ કરવો. ચામડીનાં રોગીઓમાં માનસિક ચિંતા અને વ્યગ્રતા, ભય વગેરેનું પ્રમાણ પણ જોવા મળે છે. જેનાથી રોગ વધી જાય છે. આથી મનને પ્રફુલ્લિત રાખવું અને ઊંડા શ્વાસપ્રશ્વાસની ક્રિયા (ડીપ બ્રિધિંગ એન્ડ બ્રિથ વોચિંગ) વગેરે ઉપાયો કરી મનને વ્યગ્રતાની લાગણીઓ અને આવેશથી મુક્ત રાખવું.

આમ ઉપરની ઋતુચર્યા માત્ર કફ વધવાથી થતાં ચામડીનાં રોગીઓ જો અનૂસરે તો તેમનાં શરીરમાં કફનું સમપ્રમાણ થાય છે અને આખું વર્ષ સ્વસ્થ રીતે પસાર થાય છે પરંતુ ઉપરનું અનુસરણ કરતાં પહેલા રોગની અને રોગીની પ્રકૃતિ અને બળ ખાસ જાણી લેવાં અને તે મુજબ ઘટતાં ફેરફાર કરવા જોઈએ.

Read More

Suffering from Asthma: Follow these simple Ayurveda tips during this spring

શ્વાસ ના રોગ ને કાબૂ માં લેવા અપનાવો આ સરળ આયુર્વેદિક ઉપાય

શ્વાસનાં રોગીએ ઋતુમાં જો એક ખાસ પ્રકારનાં આહારવિહારનું પાલન કરે તો તેમનાં રોગ માટે જવાબદાર કફદોષનું પ્રમાણ શરીરમાંથી ઘટે છે. તેમને આહારમાં માત્ર મગનું શાક કે દાળ અને ઓસવેલા ગરમ તાજા ભાત, શેકેલા ઘઉંની થુલી, ચોખાની કણકી, આદુ, સરગવો, લસણ, અજમો, તુલસી વગેરેનું સેવન કરવું. સાથે ઠંડું, વાસી, ઝીણાં લોટની બનાવટ (રોટલી, ખાખરા, પરોઠા), દૂધ, દૂધની મીઠાઈ, દહીં, કેળા, મેંદો, તલ, અડદ, આથાવાળા વગેરે પદાર્થો લેવાં.

સવારમાં વહેલા હળવો વ્યાયામ, ચાલવું, વધુ શ્રમ પડે તેવાં અનુલોમવિલોમ જેવા સરળ પ્રાણાયમ વગેરે કરવા. એમાંથી પણ શ્વાસનાં રોગીએ ખાસ વસંત શરૂ થતાં છાતીમાં જામેલો કફ છૂટો પાડવા તલનાં તેલમાં સૈધવનમક નાખીને ગરમ કરી છાતી અને પડખામાં માલીશ કરવી તેમજ તેની ઉપર હ્યદય સિવાયનાં ભાગમાં સેક કરવો. ક્રિયા સરળ છતાં એટલી અસરકારક છે કે તેનાથી સ્વાસ માટે લેવામાં આવતાં પંપ પણ ધીમે ધીમે ઓછા થાય છે.

ઋતુમાં અઠવાડિયામાં એકવાર નમકનાં ગરમ પાણીથી ઉલટી કરવાથી વધારાનો કફ બહાર નીકળે છે. ઉપરાંત દરરોજ નાકમાં તલનાં તેલને ગરમ કરી નવસેકા ટીપાં નાખવા. શ્વાસનાં રોગી જો રાતનું ભોજન લે અને માત્ર સવારે અને બપોરે ઉપર સૂચવેલો આહાર લે તો તેને રાત્રે આવતાં હુમલાથી રક્ષણ મળે છે.

સુંઠ એક ભાગ અને પાણી સોળ ભાગ લઈ ઉકાળીને અડધો ભાગ પાણી બાળી આખો દિવસ સિદ્ધ જલ નો પ્રયોગ કરવો. ધૂળ, ધૂમાડા, રજકણો, ઠંડીથી સતત બચવું. સવારે અને સાંજે ભૂખ્યા અને હળવું પેટ હોય ત્યારે હળવી કસરત, ચાલવું અને હળવી શ્વાસોચ્છવાસની કસરત, અનુલોમવિલોમ પ્રાણાયમ કરવા. કબજીયાત થવા દેવી અને જેમને કાયમ કબજીયાત અને પેટમાં વાયુની ફરિયાદ રહેતી હોય તેમને હરડે, સુંઠ, હિંગ, કડુ વગેરેનો વૈધની સલાહ મુજબ પ્રયોગ કરવો કેમકે શ્વાસનો રોગ પાચનની નબળાઈ, ગેસ અને કબજીયાતથી વધી જાય છે.

Read More

શું આપ ઋતુ બદલે ત્યારે બીમાર પડી જાઓ છો? અપનાવો આ સરળ જીવન શૈલી

શું આપ ઋતુ બદલે ત્યારે બીમાર પડી જાઓ છો? અપનાવો આ સરળ જીવન શૈલી

ભારતમાં વર્ષ દરમિયાન અનુભવાતી પ્રત્યેક ઋતુમાં સૂર્યપ્રકાશ, ઠંડી, ગરમી, હવા, ભેજ, દિવસ-રાતની લંબાઈ વગેરેનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. આ પ્રમાણે પ્રત્યેક ઋતુની અલગ-અલગ અસર માનવશરીર પર પડે છે. હવે જો પ્રત્યેક ઋતુમાં આપણું વર્તન એવું હોય કે જે શરીરમાં થતાં આ ઋતુજન્ય પરિવર્તન દરમિયાન તેને બહારનાં વાતાવરણ સાથે પોતાનું સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદરૂપ થાય તો ઋતુજન્ય ફેરફારોથી સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય. આયુર્વેદનાં મહર્ષિઓએ પ્રકૃતિના પરિવર્તનો તથા તેની શરીર પર થતી અસરનાં અત્યંત સૂક્ષ્મ અભ્યાસ દ્વારા એક સંપૂર્ણ વૈજ્ઞાનિક વ્યવહારશૈલીનું નિર્માણ કર્યું જેને ઋતુચર્યા કહેવાય છે.

આમ ઋતુચર્યા એટલે ઋતુપરિવર્તન અનુસાર દૈનિક વ્યવહાર, ખાન પણ વગેરેમાં આગવું સ્વસ્થ્યદાયક પરિવર્તન. ઉપરાંત પ્રત્યેક ઋતુ અનુસાર શરીરનાં વાયુ, પિત્ત અને કફ દોષોનાં પ્રમાણમાં વધ-ઘટ થાય છે અને તેને લીધે અમુક ઋતુમાં અમુક રોગો વધેલા કે ઘટેલા જોવા મળે છે. જેમ કે શિયાળામાં લોકો દ્વારા વધુ પ્રમાણમાં પૌષ્ટિક અને ચીકણા, ભારે ખાદ્યપદાર્થો જેવા કે અડદીયા, શેરડી, ગોળ, તલ વિવિધ પાક વગેરેનું સેવન થતાં તેમનાં શરીરમાં કફદોષનું પ્રમાણે વધે છે. આથી આ ઋતુ અને તેનાં પછી આવતી વસંતઋતુમાં કફને કારણે થતાં શ્વાસ અને ચામડીનાં રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે.

વસંત પંચમી નાં તહેવાર સમયે વસંત ઋતુ ની શરુઆત થાય છે. તેની સવાર શિયાળાની ગુલાબી ઠંડી જેવી અને બપોર ઉનાળાનાં આકરા તાપ જેવી હોય છે. આ ઋતુસંધિ એટલે કે શિયાળા અને ઉનાળાને જોડતી વસંત ઠંડી અને ગરમીનું એવું મિશ્રણ સર્જે છે કે તેનાથી શરીરમાં શિયાળા દરમિયાન જમા થયેલો કફ દ્રવીભૂત થઈ પીગળે છે. સાથે સાથે ઠંડી પણ હોવાથી આ કફ પૂરે પૂરો શોષાઈ જતો નથી પણ પોતાના દ્રવ સ્વરૂપથી આખાય શરીરમાં જુદા જુદા રોગો કરે છે.

આમ વસંતએ કફદોષનાં દ્રવત્વગુણને લીધે શરીરમાં પાચનશક્તિ નબળી બનાવી એટલે કે અગ્નિ મંદ કરે છે તેથી મરડો, ભૂખ ન લાગવી, ગળા અને છાતીમાં કફ ભરેલો લાગવો, આળસ, શ્વાસ, શરદી, શીળસ, ચામડીની એલર્જી, માથું ભારે થવું વગેરે કફને લગતાં લક્ષણો જોવા મળે છે. પરંતુ સાથે સાથે આ ઋતુનું જમા પાસું એ છે કે જો તેમાં આયુર્વેદીય સરળ ઉપાયોનો આશરો લઇ દ્રવીભૂત કફને કાઢી નાખવામાં આવે તો આવનાર આખા વર્ષમાં કફનાં રોગોમાં રાહત રહે છે. ખાસ કરીને ચામડી અને શ્વાસનાં દર્દીઓ જો થોડી સાવચેતીથી આયુર્વેદીય વસંતઋતુચર્યા પાળે તો તેમનાં માટે આવનારો શિયાળો હર વખતની જેમ ભયાવહ રહેતો નથી.

આયુર્વેદ મત પ્રમાણે આ ઋતુમાં દ્રવીભૂત કફને બહાર કાઢવા માટે વમન કર્મ, નસ્યકર્મ કરાવવામાં આવે છે; જે માત્ર અનુભવી વૈધની સંપૂર્ણ દેખરેખ નીચે જ કરવા જોઈએ. પરંતુ આ માટે કેટલાક સરળ ઉપાયો પણ આપેલા છે જે દરેક વ્યક્તિ વૈધની સલાહ મુજબ અને પોતાની તાસિર મુજબ ઘરમેળે કરી શકે છે. આ ઋતુમાં દરેકે સરસીયા તેલની માલીશ કરી સવારે ખૂબ જ વ્યાયામ કરવો, બપોરે સૂવું નહીં, ખોરાકમાં લૂખા, હલકા અને સામાન્ય ગરમ દ્રવ્યો લેવા. માત્ર ગરમ પાણી અથવા સૂંઠ, નાગરમોથ, ગંઠોળા વગેરે તાસિર મુજબ યોગ્ય પ્રમાણમાં નાખી ગરમ કરીને પીવું. નાહવામાં કેસૂડાંનાં ફૂલ નાખી ગરમ કરેલું પાણી વાપરવું.

આથી જ હોળી માં મકાઈની ધાણી, બાફેલા કઠોળ જેવા લુખ્ખા પદાર્થો ખાવાનો અને ગાયનાં અડાયા છાણાથી બનેલી હોળીને ફરતે રહી શેક લેવાનો રિવાજ છે. તેનાથી કફ દોષનું શરીરમાં પ્રમાણ ઘટે છે. ઉપરાંત કેસૂડાંના ફૂલવાળા પાણીથી રમાતી હોળી ચામડીને સુંવાળી બનાવી કફને લીધે થતી એલર્જીથી રક્ષણ આપે છે. આમ તહેવાર સાથે પણ સ્વાસ્થ્ય સંરક્ષણને જોડવામાં આવ્યું છે.

Read More