Panchakarma Detox

We are very much aware about user manual and maintenance of our car or cell phone. But unfortunately we are not at all aware about service and maintenance of our body.

Now a days we have much exposure to toxins like never before. Whatever we consume to keep body alive and healthy are having toxins within like grains, fruits, vegetables, milk, spices, ghee, oil etc. even it’s harder to get fresh air and clean water. These toxins when accumulated in the body will produce many diseases.

Our Rishi Muni have evolved an exclusive therapeutic procedure called Panchakarma to remove these accumulated toxins. Panchakarma is a routine service of our body. Panchakarma detox, clean and rejuvenate the body.

Read More

Feeling Shame due to body odour? Try this simple Ayurveda remedy

 શું આપ પસીના ની વાસ થી ખુબ શરમજનક સ્થિતિમાં મૂકાવ છો? તો ઉદ્વાર્ત્ન થી કરો દૂર

 

પરસેવાનું વધુ પ્રમાણ અને તેની ભયંકર વાસને કારણે લોકો જાહેરમાં શરમ અને લઘુતાગ્રંથિ અનુભવે છે. આ સમસ્યાનું મૂળ કારણ ઠીક કર્યા વગર માત્ર બહારથી લગાડેલાં પરફ્યુમ્સ કે ડિઓડરન્ટ્સ થોડીવાર માટે જ અસરકારક રહે છે.

સ્વેદ એ શરીરનો એક પ્રકારનો મળ ભાગ છે જે લોહી અને ચરબી ની અશુદ્ધિને શરીરમાંથી બહાર કાઢે છે. શરીરનાં શુદ્ધિકરણ અને ચામડી ની ચીકાશ ને જાળવી રાખવા માટે પરસેવાનું યોગ્ય પ્રામાણમાં નીકળવું જરૂરી છે.

 

પરસેવો વધુ પડતો અને અતિ દુર્ગંધ યુક્ત હોવાનાં કારણો:

  1. શરીરમાં ચરબી નું વધુ પડતું પ્રામાણ (मेद दुष्टि)
  2. શરીરમાં લોહી ની અશુદ્ધિ ( शोणित प्रदोष)

ખાસ કરીને મેદસ્વી લોકોનાં શરીરમાં વધુ પડતાં મેદને કારણે ખુબ જ પરસેવો નીકળ્યા કરે છે. મેદસ્વી લોકો જ્યારે વધુ પડતું વાસી, તળેલું, આથાવાળું અને જંકફૂડ આરોગે છે ત્યારે તેમની ચરબી અને લોહી માં એક પ્રકારની અશુદ્ધિ થાય છે જેને કારણે તેમનાં પરસેવા માંથી ખુબ જ દુર્ગંધ આવે છે.

આ જ રીતે મેદસ્વી ન હોય તેવાં લોકોમાં પણ લોહીનો બગાડ થવાથી પરસેવાની સમસ્યા જોવાં મળે છે. આથાવાળી વસ્તુઓ, બેકરીની વસ્તુઓ, જંકફૂડ, વાસી, તળેલું, અતિ મસાલેદાર ખોરાક, માંસાહાર, અથાણાં, ગોળ, ડુંગળી, દારૂ, નમક, અડદ, સળેલો-દુર્ગંધિત આહાર, વિરુદ્ધ આહાર વગેરેના વધારે પડતાં સેવન થી લોહીનો બગાડ (રક્ત દુષ્ટિ) થાય છે. આ ઉપરાંત કબજીયાત ની ફરિયાદ પણ પરસેવાની સમસ્યાને વધારી દે છે.

આથી પરસેવાની સમસ્યા દૂર કરવા તેનાં કારણોથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને ઘરનો બનેલો તાજો, પોષ્ટિક, સાત્વિક અને શુદ્ધ આહાર લેવો. નિયમિત વ્યાયામ અને યોગ કરી મેદને ઘટાડવું. કબજીયાત ન રહે તે માટે ત્રિફળાચૂર્ણ, હરિતકી ચૂર્ણ, ત્રિફલા ગુગળ વગેરે વૈદ્યની સલાહ અનુસાર લેવું. પરસેવાની સમસ્યામાં ઉદ્વર્તન પ્રયોગ ખુબ જ લાભદાયી છે.

 

ઉદ્વર્તન શું છે?

સામાન્ય ભાષામાં ઉબટન તરીકે ઓળખાતો આ પ્રયોગ ખરેખર એક આયુર્વેદીય સારવાર પ્રક્રિયા જ છે. ઉદ્વર્તન એટલે શરીરને સુકા કરનારા ઔષધો માંથી કોઈ પણ ઔષધોનો કરકરો પાઉડર બનાવી સ્નાન કરતાં પહેલાં તેને શરીર પર ચોળવું.

 

ક્યારે કરવું?

સવારે અથવા સાંજે સ્નાન કરતાં પહેલાં

 

ક્યાં ઔષધથી કરવું?

ત્રિફલા, આમળા, ઘોડાવજ, બાજરી, જવ, ચણા વગેરેનાં કરકરા પાઉડરનો વૈદ્ય ની સલાહ અનુસાર ઉપયોગ કરી શકાય છે.

 

કઈ રીતે કરવું?

રુંવાટીથી અવળી કે ઉલટી દિશામાં ચામડી પર પાઉડરને ચોળીને ઘસવું.

 

કેટલી વાર સુધી કરવું?

આખા શરીરમાં કરવાં માટે લગભગ ૨૦ થી ૪૫ મિનીટ સમય લાગે. દિવસમાં એક વખત કરવું.

 

કેટલાં દિવસ કરી શકાય?

ચામડીમાં દેખીતી રીતે સુકાપણું ન આવે ત્યાં સુધી અથવા તો વૈદ્યની સલાહ અનુસાર.

 

કયા રોગો માં ના કરવું?

દુબળા શરીરવાળા, સુકી ચામડી હોય તેવાં વાત પ્રકૃતિનાં રોગીઓમાં ના કરવું.

 

શું લાભ થાય?

  • ત્વચાનાં છિદ્રો ખુલી ત્વચા સ્વચ્છ બને.
  • સ્વેદ ગ્રંથિઓ નિર્મળ બને અને પરસેવો નું પ્રમાણ યોગ્ય થાય
  • શરીરમાં ચરબી ઘટે અને મેદ વિકારો ઓછા થાય
  • રક્ત શુદ્ધિકરણ થવાથી ચામડીનાં રોગો મટે
  • બ્લડ સુગર ઘટે
  • ચામડીની ચીકાશ અને દુર્ગંધ ઘટે

 

સારાંશ:

ચરબી અને રક્ત ની દુષ્ટિને કારણે થતી પરસેવાની સમસ્યામાં આયુર્વેદીય ઔષધો દ્વારા કરવામાં આવતી ઉદ્વર્તનની પ્રક્રિયા ખુબ જ લાભ આપે છે. વજન અને બ્લડ સુગર લેવલ ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે.

Read More

Are You Doing Night Shift? Read This for Maintaining better health

જો આપને નાઈટ શિફ્ટ ને કારણે ઉજાગરા કરવા પડે છે તો આ લેખ છે તમારા માટે ખાસ જરૂરી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ લાંબા સમય માટે થતાં ઉજાગરા અને રાત્રે કામ કરવું તેમજ દિવસે સુવાની વિપરિત ટેવ ને કારણે શરીરમાં ડાયાબીટીસ થી લઈને કેન્સર સુધીનાં રોગો થાય છે. પાચનતંત્ર ની સમસ્યાઓ, હૃદયરોગ, માનસિક રોગો, અલ્સર વગેરે અનેક સમસ્યા અનિયમિત ઊંઘ લેવાથી થાય છે.

આયુર્વેદ પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પુરતી ઊંઘને ખુબ જ મહત્વ આપે છે. ભગવાન ચરક તો આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ને સ્વાસ્થ્યના ત્રણ સ્થંભ કહ્યા છે. રાત્રે સ્વાભાવિક રૂપથી આવતી નિદ્રાને ચરક મહારાજે ભૂતધાત્રી એટલેકે શરીરને ધારણ કરનારી કહી છે. આ ઊંઘ યોગ્ય પ્રમાણમાં લેવાથી શરીરમાં અગ્નિ, બળ, સુખ અને આરોગ્ય વધે છે. આ સિવાય અન્ય કોઈ પણ સમયે લીધેલી નિદ્રા રોગને ઉત્પન્ન કરનારી છે.

રાત્રી જાગવાથી અને દિવસે સુવાની દિનચર્યા થી શરીરમાં નીચેનાં ફેરફાર થાય છે:

  1. વાત દોષ ખુબ જ વધે છે જેથી;
    1. થાક લાગે છે અને સ્ફૂર્તિ તેમ જ ઉત્સાહ ઘટે છે.
    2. ચામડી સુકી થઇ જાય છે.
    3. ગાઢ ઊંઘ આવતી નથી.
    4. સાંધા અને સ્નાયુઓમાં વા અને ઘસારો નો રોગ થવાની સંભાવના વધી જાય છે.
  2. અગ્નિ મંદ થાય છે જેથી;
    1. કબજીયાત થાય છે.
    2. અપચો, એસીડીટી, ગેસ, માથાનો દુઃખાવો વગેરે થાય છે.
    3. શરીરને પુરતું પોષણ ન મળવાથી વિટામીન, કેલ્શિયમ, લોહીની ખામી થાય છે.
  3. ત્રિદોષ પ્રકોપ થાય છે જેથી;
    1. ડાયાબીટીસ, હાઈ બીપી, કોલેસ્ટેરોલની સમસ્યા, હૃદય રોગ, મોટાપો થાય છે.
    2. શરીરમાં વિષ તત્ત્વોને બહાર કાઢવાની પ્રક્રિયા ધીમી પડે છે આથી કેન્સર જેવાં રોગો થઇ શકે છે.
    3. હોર્મોન્સ નું સંતુલન બગાડે છે.
  4. મન અશાંત થાય છે અને તમોગુણ વધે છે.
    1. ડીપ્રેશન જેવાં માનસિક રોગો થાય છે.
    2. સ્વભાવ ચીડિયો થવો, બેચેની થવી, ઊંઘ ના આવવી વગેરે જોવાં મળે છે.

આ મુશ્કેલીઓ ના થાય તે માટે આયુર્વેદે દર્શાવેલી આ સલાહનું અનુસરણ ઉપયોગી બની રહેશે:

દિનચર્યા સંબંધી સૂચનો

  • શરીરમાં વાયુ વધતો અટકાવવા માટે નાઈટ શિફ્ટથી ઘરે આવ્યા પછી સૌથી પહેલાં ગરમા ગરમ તેલ થી શરીરે માલીશ કરવી અને ગરમ પાણી થી સ્નાન કરી ખાલી પેટ સુઈ જવું.
  • સુતા પહેલાં કાનમાં નવસેકા તેલનું કર્ણ પુરણ કરવું અને માથામાં તેલ નાખવું.
  • શિફ્ટ ડ્યુટી નાં સમય મુજબ આખા અઠવાડિયામાં આપનાં ભોજન, ઊંઘ અને વ્યાયામના સમયનું પ્લાનીગ બનાવી તેને ખુબ જ પ્રામાણીકતાથી અનુસરણ કરવું. જેમકે નાઈટ શિફ્ટ પછી ક્યારે અને કેટલું દિવસે સુવું, ક્યારે ભોજન લેવું અને ક્યારે વ્યાયામ કરવો. આ કરવાથી શરીરને એક નિયમિતતાની આદત પડશે.

આહાર સંબંધી સૂચનો

  • રાત જાગીને આવ્યા પછી ભર પેટ જમીને ક્યારેય સુવું નહિ. શક્ય હોય તો જમ્યા વગર જ સુઈ જવાની આદત પાડવી, કેમકે જમીને ઊંઘ લેવાથી ત્રિદોષ પ્રકોપ થાય છે અને પાચનશક્તિ ખુબ જ બગાડે છે. જો વધારે ભૂખ લાગી હોય તો મોળી છાશ, ફળ વગેરે લેવું પણ અનાજ કે નાસ્તો તો ન જ કરવો.
  • ઉજાગરા વધારે થતાં હોય તો મગ સિવાયના કઠોળ નો ખોરાકમાં ઉપયોગ ઓછો કરવો. કઠોળ વધારે લેવાથી શરીરમાં વાયુ વધે છે.
  • દેશી ગાયનું ઘી મગજનાં જ્ઞાનતંતુઓ ને પોષણ આપે છે તેથી તેનું સપ્રમાણ સેવન કરવું. આથી ઉજાગરાને કારણે થતાં મગજનાં ઘસારાની અસર ઓછી રહે છે.

નિદ્રા સંબંધી સૂચનો

  • ઘણાં લોકો નાઈટ શિફ્ટ કર્યા પછી દિવસે બે ત્રણ કટકે ઊંઘ લે છે. એના કરતાં એક વખત માં જ સળંગ ૬ – ૭  કલાક એકસાથે ઊંઘ લઇ લેવી વધારે સારી.

સારાંશ:

નાઈટ શિફ્ટ ને કારણે થતું રાત્રી જાગરણથી શરીરમાં વાત દોષ વધે, અગ્નિ મંદ થાય અને લાંબા ગાળે ત્રિદોષ પ્રકોપ થઇ કેન્સર થી લઈને ડાયાબિટીસ જેવાં ગંભીર શારીરિક અને માનસિક રોગો થાય છે. આ માટે નિયમિત માલીશ કરવી, દિવસે જમ્યા પહેલાં જ પુરતી સળંગ ઊંઘ લઇ લેવી તેમ જ નિયમિત વ્યાયામ, યોગ અને પ્રાણાયામ કરવાં. વૈદ્યની સલાહ અનુસાર માત્રા બસ્તિ લેવાથી બધી જ સમસ્યા દૂર થાય છે.

Read More

Abhyanga : Real Method Of Doing Ayurvedic Massage as Described in Charak Samhita

ચરક મહારાજે બતાવી  શ્રેષ્ઠ માલીશ પદ્ધતિ જેમાં વિશ્વની દરેક મસાજ થેરાપી સમાઈ જાય છે

શરીર પર કોઈ પણ સ્નેહ એટલે કે તેલ અથવા ઘી ની માલીશ કરવાની પ્રક્રિયાને અભ્યંગ કહેવાય છે. માલીશ કરવાં માટેની અનેક પદ્ધતિઓ વિશ્વમાં પ્રચલિત છે જેવી કે થાઈ મસાજ, સ્વીડીશ મસાજ, ચાઇનીઝ મસાજ, એક્યુપ્રેશર મસાજ, કેરાલિયન ફૂટ મસાજ વગેરે. મસાજ ની આ પદ્ધતિઓ ખરેખર હજારો વર્ષો પૂર્વે આયુર્વેદનાં મહર્ષિ ચરકે કહેલી ત્રણ સ્ટેપની વિધિ નો વિસ્તાર માત્ર છે.

માલીશ કઈ રીતે કરવી તેની રીત ચરક મહર્ષિએ ખુબ જ સુંદર ઉદાહરણ દ્વારા સમજાવી છે.

તેમણે ત્રણ ઉદાહરણો દ્વારા માલીશ ની રીત સમજાવી છે:

 

1. સ્નેહ થી કુંભાર જેમ ઘડા ને લીપે તેમ (આખા શરીરે તેલ નો લેપ કરવો)

પહેલાનાં સમયમાં કુંભાર ઘડા પર તેલ નો લેપ કરતાં આથી ઘડા ખુબ જ ટકાઉ અને મજબુત બનતાં. તે જ રીતે પ્રથમ વ્યક્તિએ પુરા શરીર પર ગરમ નવસેકા તેલ નો લેપ કરવો. એટલે કે તેલ પુરા શરીર પર લગાડી દેવું. તેલ ક્રમશઃ ઉપર થી નીચે એટલે માથાથી પગ તરફ લેપ કરતાં હોઈએ તે રીતે લગાડતાં જવું.

 

2. ચમાર જેમ ચામડા ઉપર તેલને  ખુબ જ ઘસીને તેને તેલ પીવડાવે તેમ (મર્દન કરીને તેલ ને ઉંડે ઉતારવું)

ચામડાને મજબુત કરવાં માટે તેના પર ખુબ જ તેલ ઘસવામાં આવે છે. આથી ધીરે ધીરે તેમાં તેલ ઉતરતું જાય છે અને ચામડાની મજબુતી વધે છે. તે જ રીતે તેલ લેપન કર્યા પછી શરીર પર તેલ ખુબ ચોળવું એટલે કે ઘસીને મર્દન કરવાનું હોય છે. તેનાથી તેલ ચામડીના અંદર પહોંચી શરીરનાં અંદર પોતાની અસર બતાવે છે. કહેવાની આવશ્યકતા નથી કે મર્દન જેટલું સારું તેટલો વધુ લાભ.

 

3. વાહનોમાં પેડા ની ધારીમાં જેમ તેલ પુરાય તેમ (સાંધા, કાન, નાભિ સ્થાનો વગેરે માં તેલ પુરવું)

પૈડાની ધારીમાં જેમ તેલ પુરાવાથી તે મજબુત બને છે અને સરળતાથી વાહન દોડી શકે છે તે જ રીતે શરીરનાં પણ કેટલાક અંગો એવાં છે જેમાં તેલ પુરાવાની જરૂર પડે છે. દરેક સાંધામાં સારી રીતે તેલ લગાવવું જોઈએ. નાક, કાન, નાભિ આવા અંગોમાં તેલનાં ૩- 4 ટીપાં નાખવાથી શરીરરૂપી વાહન લાંબો સમય સુધી સારી રીતે દોડતું રહી શકે છે.

 

સારાંશ:

નવસેકા તેલ નું આખા શરીરમાં લેપન કરવું, ત્યાર બાદ ખુબ જ ઘસીને (મર્દન) તેલ ઉતરવું અને પછી કાન,નાક, નાભિ વગેરે અંગોમાં તેલ પુરવું (પુરણ). આમ લેપન, મર્દન અને પુરણ આ માલીશ નાં ત્રણ અગત્યનાં સ્ટેપ કરવાથી જ શરીર નાં બધાં અંગો સુધી માલીશ ની અસર પહોંચાડી શકાય છે.

Read More