Deep Sleep

શું તમને સપના વધુ આવવાનાં કારણે Deep Sleep થતી નથી? Deep Sleep થવી એ સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જે લોકોને ખુબ જ સપના આવવાને કારણે પુરતી ઊંઘ ના થતી હોય તેમણે રાત્રે સુતી વખતે કાનમાં તલ નાં તેલનાં 4-૫ ટીપાં નાખવાથી ખુબ જ ફાયદો થાય છે અને રોજ નિયમિત કરવાથી ધીમે ધીમે સ્વપ્ન વગરની ગાઢ ઊંઘ થાય છે.


Share On:
રોગમુક્ત ૧૦૦ વર્ષ જીવવા સવારે આ રીતે પાણી પીવું

सवितुः समुदयकाले प्रसृती: सलिलस्य य: पिबेदष्टौ | रोगजरापरिमुक्तो जीवेत् संवत्सरशतं साग्रम् || महर्षि भावप्रकाश જે માણસ સૂર્યના ઉદયકાળ પહેલાં પાણીના ૮ અર્ધા ખોબા (અંજલી) પીવાનો નિયમ રાખે છે તે રોગ અને ઘડપણ થી મુક્ત રહે છે.


Share On:
ચામડીના રોગોમાં લીમડાનું સ્નાન

આચાર્ય ચરકે લીમડાને ચામડીના વિવિધ રોગોમાં શ્રેષ્ઠ કહ્યો છે. ખાસ કરીને તેમાં ચળ મટાડવા નો પ્રાકૃતિક ગુણ છે. આથી લીમડાના પાન ને પાણીમાં ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.


Share On:
માથામાં રોજ તેલ નાખવાથી થતાં લાભ

नित्यं स्नेहाद्रशिरस: शिर:शूलं न जायते| --- महर्षि चरक માથામાં રોજ તેલ નાખવાથી માથાનો દુઃખાવો, ખરતા વાળ, સફેદ વાળ થતોમાં તો લાભ થાય જ છે, ઉપરાંત ખોપડીના હાડકા અને વાળ ની મજબૂતી વધે છે, વાળ ખુબ જ કાળા થાય છે અને ઊંઘ ખુબ સારી આવે છે


Share On: