અભ્યંગ એ આયુર્વેદીય મસાજ ની પદ્ધતિ છે સામાન્ય ઘરગથ્થું માલીશ થી લઇ ને ચોપાટી મસાજ વગેરે અનેક અહીં જોવાં મળે છે. પરંતુ આયુર્વેદીય થેરાપેટિક મસાજ એટલે કે “અભ્યંગમ” એ હજારો વર્ષોથી આયુર્વેદ ચિકિત્સાનો એક ભાગ છે. આયુર્વેદીય શુદ્ધિકરણ પ્રક્રિયા “પંચકર્મ શોધન” એ અભ્યંગ વગર શક્ય નથી.
અભ્યંગ નો થેરાપી કોર્સ વ્યક્તિને અનેક રીતે લાભદાયી છે અને શરીર તથા મન ને થાક અને તણાવ થી મુક્ત કરનારી રીફ્રેશમેંટ થેરાપી પ્રસીજર છે.
અભ્યંગ એટલે શું?
અભ્યંગ એ આયુર્વેદીય મસાજ થેરાપી છે જેમાં એક વ્યક્તિની પ્રકૃતિ અને રોગ ને ધ્યાનમાં રાખીને ઔષધીય તેલ કે ઘી થી આખા શરીરમાં એક વિશેષ વિધિ થી માલીશ કરવામાં આવે છે.
અભ્યંગ થી થતાં લાભ:
શરીર બળ વધે; बलप्रद, क्लेश व्यायाम संसहा
અંગો દ્રઢ થાય, બળ અને સહન શક્તિ માં વધારો થાય. આથી વધારે પડતો શારીરિક શ્રમ, વ્યાયામ, ભાર ઉચકાવો વગેરે કરવાની ક્ષમતા વધે.
સ્નાયુ, માંસ અને અંગોને પોષણ મળે उपचित अङ्गाः,धानुनां पुष्तिजननो,
આથી શરીર માંસલ, ભરાવદાર અને સુડોળ બને છે અને તેનો દેખાવ ખુબ જ સુંદર થાય છે.
જિમ અને યોગ કરવાવાળા માટે માલીશ ખાસ જરૂરી છે. તેઓ બલા તેલનો ઉપયોગ કરે.
ત્વચા સુંદર બને સુત્વક સુસ્પર્શ मृजा प्रद वर्ण प्रद
તેલ માલીશ ત્વચાની રુક્ષતા ને દૂર કરે છે અને સ્વેદ ગ્રંથીઓ ને સ્વચ્છ કરી તેની કુદરતી સફાઈ કરે છે. આથી ત્વચા કરચલીઓ વગરની, મુલાયમ, કોમળ, સ્નિગ્ધ, ડાઘા વગરની અને કસાયેલી બને છે.
સ્ત્રીઓએ શરીરની સુંદરતા વધારવા અને જાળવી રાખવા માલીશ કરવી. આ માટે ચંદનબલા લાક્ષા દી તેલ ખુબ ઉપયોગી છે.
શરીર ને લાચિલું બનાવે (मार्दवकरः
તેલ અભ્યંગ શરીરની માંસપેશીઓની સ્થિતિ સ્થાપકતા વધારે છે તેથી શરીર વધારે લાચિલું અને ફ્લેક્સીબલ બને છે. ખાસ કરીને સ્પોર્ટ્સ પરસન ને નિયમિત તેલ માલિશ કરવી જોઈએ. જેથી શરીર ને કોઈ પણ હદ સુધી સરળતાથી વાળી શકાય. તેના માટે — તેલ ઉપયોગી છે.
प्रशान्त मारुत बाधं, कफ़ वात निरोधनः
નિયમિત માલીશ શરીરમાં કફ અને વાત દોષ સંબંધી રોગોને દૂર કરે છે.
भग्न संधि प्रसादकः
તલનાં તેલમાં સ્નાયુ, સાંધા અને હાડકાને પોષણ આપવાનો ગુણ છે આથી અકસ્માત થી ફ્રેક્ચર થયેલાં માટે એક ખાસ પદ્ધતિ થી કરેલો તેલ પરીષેક હાડકાં ને સાંધવામાં ઉપયોગી છે. આ માટે કેરલમાં એક ખાસ ૨૦૦ બેડ ની આયુર્વેદિક ઓર્થોપેડિક હોસ્પિટલ છે જ્યાં હાડકાના ફ્રેક્ચર માટે ખાસ આયુર્વેદીય તેલ (મુરીવેન્ના) થી માલીશ અને પરીષેક કરાય છે. પરંતુ આ કાર્ય વૈદ્યની દેખરેખ માં જ કરવું.
થાક ને દૂર કરી શરીરને તરોતાજા કરે (श्रम वातहा)
આયુર્વેદીય અભ્યંગ શરીરને ડીપ રેલેક્સેશન આપે છે. દરેક સ્નાયુ અને અંગોમાં લાગેલાં થાક અને તણાવ ને હળવો બનાવે છે. આથી જ તો આયુર્વેદીય માલીશ નું એક સેશન શરીરમાં નવું ચેતન પ્રસરાવે છે.
આંખોના તેજ ને વધારે (द्रष्टि प्रसादः)
પગનાં તળિયામાં આયુર્વેદીય અભ્યંગ કાંસાની કટોરી થી કરવામાં આવે છે, તેનાથી આંખોને પોષણ મળે છે. આ માટે ત્રિફલા ઘૃત નો ઉપયોગ કરવામાં આવે છે.
અનિદ્રાના રોગોમાં ઊંઘ લઇ આવે છે (स्वप्न)
અભ્યંગ શરીર અને મન નાં થાક અને તણાવ ને દૂર કરે છે અને ગાઢ ઊંઘ લઇ આવે છે. અનિદ્રાના રોગીઓમાં આ ખાસ ઉપયોગી ચિકિત્સા પદ્ધતિ છે.
આયુર્વેદનાં દરેક ઋષિમુનીઓ એકી સાદે સલાહ આપે છે કે દરેક વ્યક્તિએ રોજ સવારે સ્નાન કરતાં પૂર્વે માલીશ જરૂર કરવી જોઈએ. માલીશાને પોતાની દિનચર્યાનું અંગ બનાવવાથી શરીરમાં અનેક લાભ થાય છે.